પ્રેમ જ પ્રેમ – ડેરેક વોલ્કોટ
એવો વખત આવશે
જ્યારે ઉમળકાથી,
તમે પોતાની જાતનું સ્વાગત કરશો –
તમારા પોતાના જ દરવાજે, તમારા પોતાના અરીસામાં,
ને સ્વાગતમાં બંનેના ચહેરા પર છલકાશે સ્મિત.
ને કહેશો, બેસ, સાથે ખાઈએ,
તમે ફરી એ અજાણ્યા શખ્સને પ્રેમ કરવા માંડશો જે તમે પોતે જ છો.
પાણી પુછજો. ખાવા બેસાડજો. ને ફરી પાછું તમારું દિલ
તમારી જાતને આપજો, એ શખ્શને જે તમને ખુબ પ્રેમ કરે છે
આખી જીદગીભર તમે બીજાઓ માટે થઇને જેને અવગણ્યા કર્યો
તે તો તમને પૂરા દિલથી જાણે છે.
ઉતારી લો અભેરાઈ પરથી પ્રેમપત્રો,
ફોટોગ્રાફ્સ, ને કાકલુદીભરી ચિઠ્ઠીઓ,
અરીસામાંની તમારી છબી ખંખેરી કાઢો.
બેસો. જિંદગીને મહેફિલ કરી દો.
– ડેરેક વોલ્કોટ
(અનુ ધવલ શાહ)
માણસ પોતાની જાત વિશે બધુ જ જાણતો હોય છે. અને એટલે જ કદાચ પોતાની જાતને ચાહી શકતો નથી. જે પોતાને ચાહી ન શકે એને તો આખી દુનિયામાં કયાંક પણ જાય, અણખટ જ થવાની. ચારે તરફ દોડવાને બદલે કવિ પહેલા પોતાની જાત સાથે comfortable થવાનું કહે છે. આટલું કરો એ આનંદની ચાવી છે. એ પછી આખી જિંદગી મહેફિલ જ છે.
ડેરેક વોલ્કોટ એ વેસ્ટ ઈન્ડિઝના રહેવાસી છે. ૧૯૯૨નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને મળેલું. એમની આ કવિતામાં ઘૂંટાયેલો સંતોષ છલકે છે.આ કવિતા એમની સૌથી પ્રસિદ્ધ કવિતાઓમાંથી એક છે.
Rina said,
August 15, 2011 @ 12:49 AM
awesome…thought provoking….
તીર્થેશ said,
August 15, 2011 @ 1:07 AM
વાહ !
Vaishnavi said,
August 15, 2011 @ 7:02 AM
Ultimate one…..
himanshu patel said,
August 15, 2011 @ 9:50 AM
Love After Love by Derek Walcott
The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,
and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you
all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,
the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.
સરસ અનુવાદ ટરગેટેડ ભાષામાં.બીજા વાંચનાર પણ મૂળ સહિત માણે તેથી અંગ્રેજી પણ મૂક્યું.
વિવેક said,
August 15, 2011 @ 9:52 AM
અદભુત કવિતા… જે જાતને ન ચાહી શકે એ અન્ય કોઈને કદી ચાહી ન શકે.
હિમાંશુભાઈએ મૂળ અંગ્રેજી કવિતા મૂકીને આનંદ બેવડાવી દીધો…
Devika Dhruva said,
August 15, 2011 @ 10:48 AM
“જાત વિષેનો સંતોષ એ જ જીવન” કહેતેી,સમજાવતી આ રચના ખુબ ગમી.ધવલભાઈ, આ કવિતાની પસંદગી માટે અભિનંદન.It also shows your open mind to accept and appreciate world’s any person’s ( Non-Indian) thoughts and language.liked a lot…
Lata Hirani said,
August 15, 2011 @ 11:10 AM
અઁગ્રેજી કાવ્ય જેટલો જ અનુવાદ પણ હૃદયસ્પર્શી છે…
લતા
Dhruti Modi said,
August 15, 2011 @ 5:49 PM
જાતને ચાહો, ઈશ્વરને ચાહો.
ધવલ said,
August 15, 2011 @ 8:25 PM
આભાર… હિમાન્શુભાઇ… અંગ્રેજી લીંક મૂકવાની રહી ગયેલી … તમે સંભાળી લીધુ 🙂 કાવ્ય બધાને ગમ્યુ એટલે મઝા આવી.
urvashi parekh said,
August 15, 2011 @ 10:06 PM
સરસ અને સુન્દર રચના,
મન ને સ્પર્શી ગઈ.
આપણે આ કરી શકીએ તો કેટલુ સારુ.
nilam doshi said,
September 22, 2011 @ 11:21 AM
જેટલેી સરસ કવિતા એટલો જ સરસ ભાવાનુવાદ્ અ.ભિનઁદન ધવલભાઇ..
લયસ્તરો » પ્રેમ પછી પ્રેમ – ડેરેક વૉલ્કોટ (અનુ. વિવેક મનહર ટેલર) said,
February 16, 2013 @ 12:30 AM
[…] આ કાવ્ય અને ટિપ્પણી તૈયાર કર્યા પછી ધ્યાન ગયું કે આ કવિતાનો અનુવાદ તો ધવલે પણ લયસ્તરો પર મૂક્યો છે. આ સાથે જ ધવલનો અનુવાદ અને એની લાક્ષણિક ટિપ્પણીનો પણ લાભ લો: https://layastaro.com/?p=7076 […]