તાર જોડી દે- હરીશ પંડ્યા
ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.
બિંબ સાચું એક જેમાં ના મળે,
દર્પણોને આજ ફોડી દે હવે.
સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.
પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.
જિંદગીની પાથરી ચોપાટ છે,
હાથમાં એનાય કોડી દે હવે.
– હરીશ પંડ્યા
પૂર્વગ્રહો અને રૂઢ માન્યતાઓથી સ્વતંત્રતા વાંછતી આ ગઝલ મુક્ત મનના માનવીની ચિત્ત વૃત્તિને અનુકૂળ આવે તેવી છે! મત્લામાં ‘એના’ શબ્દ વાપરીને કવિએ ઘણું બધું કહી દીધું છે. જેના ગુણગાન ગાતાં આપણે થાકતા નથી તેવા પરમ તત્વને ય જિંદગીની ચોપાટમાં રમવા દેવાનું ઇજન આપીને કવિએ બહુ મોટી વાત કરી દીધી છે.
akruti said,
April 6, 2007 @ 5:26 AM
ફ્ર્લ્વ્પ્ફ્લ્વ્ફ્લ્વેફ્લ્
MK said,
April 13, 2007 @ 5:51 AM
ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.
ને…
પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.
સુન્દર………..
ABHIIJEET PANDYA said,
August 17, 2010 @ 3:16 AM
રચના સુંદર છે.
સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.
ઉપરોક્ત શેરમાં ” ધ્વજ ” શબ્દ ગા થતો જોવા મળે છે નહિં કે ગા લ. ” ધ્વજ ” અને ” ખોડી ”
શબ્દો વચ્ચે એક લ મુકવાથી શેર પુર્ણતાને પામતો જોવા મળે છે.
અભિજીત પંડ્યા . ( ભાવનગર )