પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.
વિવેક મનહર ટેલર

कोई अटका हुआ है पल शायद – ગુલઝાર (અનુ. વિવેક મનહર ટેલર)

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

दिल अगर है तो दर्द भी होगा
इसका कोई नहीं है हल शायद

राख़ को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

– गुलज़ार

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.

દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

– અનુ. વિવેક મનહર ટેલર

SMS મારફતે આ ગઝલ મળી. મોકલનારે કવિ તરીકે સુરૈયાનું નામ લખ્યું હતું એટલે વધુ આશ્ચર્ય થયું અને ગઝલનો સાછંદ તરજૂમો પણ કરી નાંખ્યો.  પણ પછી વધુ ચોક્સાઈ માટે ગૂગલદેવતાની આરાધના કરી તો જાણ થઈ કે આ ગઝલ તો ગુલઝારની છે… હજી કોઈ મિત્રો પાસે પુસ્તકાકારે આ ગઝલની માલિકીનો વધુ સબળ પુરાવો હોય તો જણાવવા વિનંતી…

22 Comments »

  1. neerja said,

    September 9, 2011 @ 12:50 AM

    good one. . translation is equally good. .

  2. Rina said,

    September 9, 2011 @ 12:58 AM

    વાહ…..

  3. virag said,

    September 9, 2011 @ 5:13 AM

    khub saras.gazal ane anuvad banne.

  4. kiran mehta said,

    September 9, 2011 @ 7:03 AM

    ગુલઝાર સાબની ગઝલ હોય તો કહેવાપણુ હોય જ નહી…………
    વિવેકભાઈ, તમારો સાછન્દ તરજૂમો પણ એ જ કક્ષાનો છે…….

  5. pragnaju said,

    September 9, 2011 @ 7:32 AM

    વાહ્ સુંદર ગઝલ
    અને
    અનુવાદ પણ સ રસ
    અનુવાદ ન હોત તો કેટલીક વાત ન સમજાઈ હોત
    આ શેર ખૂબ ગમ્યો
    જોઈ લ્યો, રાખને ઉસેટીને,
    ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.
    જાણે ગાલીબ સાહેબના આ શેર નો જવાબ
    જલા હૈ જિસ્મ જહાં દિલભી જલ ગયા હોગા
    કુરેદતે હો જો અબ રાખ, જુસ્તજૂ ક્યા હૈ ?

  6. RAKESH said,

    September 9, 2011 @ 9:05 AM

    બસ એક શબ્દ મસ્ત

  7. Niraj said,

    September 9, 2011 @ 9:20 AM

    સુંદર ગઝલનો સુંદર અનુવાદ.. આ ગઝલને શ્રી ગુલામ અલીએ સ્વર આપ્યો છે. અહીં સાંભળી શકાશેઃ dishant.com/jukebox.php?songid=8495

  8. himanshu patel said,

    September 9, 2011 @ 9:40 AM

    સરસ અનુવાદ.

  9. ડૉ.મહેશ રાવલ said,

    September 9, 2011 @ 1:23 PM

    ગુલઝારસાહેબની ગઝલ અનુવાદ માટે હાથમાં લેવી એજ સાહસમાં ગણાય…..પ્રથમ તો એ સાહસબદલ અભિનંદન વિવેકભાઈ….અને એથી પણ અનેકગણા અભિનંદન સાછંદ અને મૂળભાવને નખશિખ અનુસરતા સુંદર તરજૂમા બદલ….
    નિરજભાઈએ સરસ લિન્ક આપી એજ ગઝલ જનાબ ગુલામઅલીસાહેબના સ્વરમાં સાંભળવાની ‘સગવડ કરી આપી….એમને પણ અભિનંદન.
    આભાર લયસ્તરો…..

  10. bhavesh bhatt said,

    September 9, 2011 @ 2:20 PM

    વાહ્…

  11. Dhruti Modi said,

    September 9, 2011 @ 3:33 PM

    ખૂબ ગમ્યાં, ગુલઝારસાહેબની ગઝલ અને વિવેકભાઈનો અનુવાદ.

  12. Pancham Shukla said,

    September 9, 2011 @ 3:43 PM

    સરસ ગઝલ. મઝાનો સાછંદ તરજૂમો.

    બીજો શેર વાંચીને ફૈઝની યાદ આવી ગઈઃ

    આખરી શેર વાંચતા આવું કંઈ રચાઈ ગયું;

    રાખને પણ જરા ખોતરી જુઓ
    પ્રજ્વલિત હોય હજી કોઈ પળ કદાચ

  13. Ramesh Patel said,

    September 9, 2011 @ 5:27 PM

    ડો.વિવેકભાઈની કલમનો આસ્વાદ જ અનેરો. મોતીને પરખી પરોવી લે.
    પળની કિંમત પ્રગટી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  14. sudhir patel said,

    September 9, 2011 @ 10:41 PM

    મસ્ત ગઝલનું એટલું જ સુંદર ગુજરાતી ગઝલમાં રુપાંતર!
    સુધીર પટેલ.

  15. Kalpana said,

    September 11, 2011 @ 4:35 AM

    સુન્દર ગઝલ.

  16. dr.ketan karia said,

    September 13, 2011 @ 4:16 AM

    સામાન્ય રીતે એ મને નાપસંદ બાબત છે, પણ સુંદર કામ થાય તો કેવી મજા પડે એ આજે જાણ્યું…

  17. dr.ketan karia said,

    September 13, 2011 @ 4:23 AM

    અનુવાદ માટે ‘એ’ લખેલ છે..મજા પડી વિવેકભાઈ

  18. વિવેક said,

    September 13, 2011 @ 8:04 AM

    આભાર…

  19. Dr Niraj Mehta said,

    September 19, 2011 @ 1:56 AM

    એ ગુલઝારની જ હોવાનો પુરાવો એ છે કે
    ગુલામ અલી અને ગુલઝાર ના આલ્બમ ” વિસાલ ” માં એ છે

    સુંદર અનુવાદ

  20. Deval said,

    September 20, 2011 @ 12:24 AM

    Sundar Rachana…anuvad pan majano 🙂

  21. વિવેક said,

    September 20, 2011 @ 12:52 AM

    @ ડૉ. નીરજ મહેતા: કવિના નામના પુષ્ટિકરણ બદલ આભાર !!

  22. deepak trivedi said,

    July 4, 2012 @ 4:15 PM

    અનુવાદ આબેહુબ થયો છે.
    ગુલઝારની કલમને આ રીતે રજુ કરવા બદલ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment