અનુભૂતિ-જગદીશ જોષી
પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !
નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ તહીં ડહોળું:
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !
પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
અત્યંત રમણીય કલ્પનો મઢ્યું રળીયામણું ગીત….એટલા બધા અર્થો છુપાયા પડ્યા છે કે એક અર્થ આપવો ગીતને અન્યાય કરવા બરાબર છે. વારંવાર વાંચીને ગણગણ્યા કરવાથી આપોઆપ ભાવાકાશ ખુલે છે.
Rina said,
July 31, 2011 @ 12:48 AM
પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
great……
shantilal bauva said,
July 31, 2011 @ 3:59 AM
bahuja sarasa
DHRUTI MODI said,
July 31, 2011 @ 4:35 PM
ગીત ગણગણવાની સાચે જ મઝા પડી.
Dhaval said,
July 31, 2011 @ 6:57 PM
સંતોષનું અદભૂત ગાન !
વિવેક said,
August 1, 2011 @ 1:55 AM
ઉત્તમ ગીતરચના…
mita parekh said,
August 2, 2011 @ 1:37 AM
just superb.u can feel only nature around.
Maheshchandra Naik said,
August 2, 2011 @ 2:50 PM
સરસ ગીત,
ઈશ્વરની અનુભૂતિનો અહેસાસ કરાવતુ ગીત………
આપનો આભાર…………………કવિશ્રીને અભિનદન્…………..