તું નથી એટલે છે અંધારું,
સૂર્યને પણ નડે અમાસ કદી…
વિવેક મનહર ટેલર

એક વેદના – સિતાંશુ યશશ્ચંદ્ર

વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,લે હવે
આવ તું,પેટાવ તું,ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના…..

તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું,ક્યાં થઈ જવું,કે કઈ રીતે- નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના….

તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના….

દુર્બોધ કવિની આ અદભૂત રચના વાંચી ઝૂમી ઉઠાયું ! આંસુને ઇંધણ બનાવવાની વાત અવનવા રૂપકોને સહારે આલેખાઈ છે. મને સવિશેષ તો -‘ ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર [ ભીંતચિત્ર ] દે…’ – રૂપક બહુ ગમ્યું. અંતિમ પાંચ પંક્તિઓ પણ અનેરી ઊંચાઈ આંબે છે.

13 Comments »

  1. Dr. J. K. Nanavati said,

    July 24, 2011 @ 2:41 AM

    ગીત મારી વેદનાના, કોઈ થી
    ના ગવાતા કોઈ પણ રાગે હવે……

  2. Maheshchandra Naik said,

    July 24, 2011 @ 3:57 PM

    વેદનાને નિરખવાની અને વેદનાની અનુભુતીનુ વર્ણન કરતું અનોખુ કાવ્ય…..

  3. વિવેક said,

    July 25, 2011 @ 1:07 AM

    સુંદર રચના… વેદનાસિક્ત અભિવ્યક્તિ…

  4. Taha Mansuri said,

    July 25, 2011 @ 2:10 AM

    આવું કાવ્ય તો સિતાંશુભાઈ જ લખી શકે.

  5. ધવલ said,

    July 25, 2011 @ 8:30 PM

    ભાઈ… જીવનની છીપમાં વેદનાની કણી ન હોય તો કોઈ મોતી બનવું શક્ય નથી… વેદના તો કળાની જનની છે.

  6. Nirlep said,

    July 26, 2011 @ 4:56 AM

    just superb…aagvi anubhuti

  7. Manan Desai said,

    July 29, 2011 @ 11:02 AM

    હુ આજ્કાલ રાત્દિન એક જ વાત વિચાર્તો રહુ ચ્હુ,
    ને હુ મનનિ મનોકામ્નાઓને હને મારતો રહુ ચ્હુ.

    ખબર ચ્હે કે વિનશ મારો જ ચ્હે ક્રોધ કર્વામા યારો,
    તે ચ્હતા હુ જાત્ને ક્રોધ અગન્મ બાલ્તો રહુ ચ્હુ.

    સમજ નથિ ખુદનિ તને ઓહ ભોલા મારા ‘મન્’
    ને હુ આજ કાલ લોકોને સમ્જાવ્તો રહુ ચ્હુ.
    -મનન દેસાઈ

  8. Pancham Shukla said,

    August 1, 2011 @ 1:32 PM

    વેદનાને ઓગાળી/પિગાળી, ઝળહળાવી ને પ્રસન્ન કરે પંપાળવાના મૂઠી ઉંચેરા સ્વત્વની તપાવણીનું કાવ્ય. કોઈ પ્રાર્થના જેવો આંતરિક અને બાહ્ય આકાર પણ ધ્યાનાર્હ.

  9. Manoj Shukla said,

    August 6, 2011 @ 12:15 AM

    વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
    ….
    દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
    અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના…

    અતિ સુંદર.

  10. Chandrakant Parikh said,

    August 8, 2013 @ 9:42 PM

    યાદના આધારે શ્રી સિતાન્શુજીની એક સુંદર રચના-

    મધરાતે

    ગામ ચોરાનું ટાવર

    ઉભું છે મૂર્તિ જેવું

    લાઈટ કરેલા તેના ડાયલ

    ભાગોળ સુધી

    ચોકી કરે છે

    અને શુંયે જૂએ છે

    ગામમાં કે ગામ બહાર

    તે

    બોલ્યા કરે છે ક્યારનું
    ત્ચ ત્ચ , ત્ચ ત્ચ , ત્ચ ત

  11. સુરેશ જાની said,

    August 20, 2019 @ 8:57 AM

    Our sweetest songs are those tell of sorrow.

  12. Anil Shah.Pune said,

    August 23, 2019 @ 6:59 AM

    સુંદર અને આકર્ષક

  13. અનિલ શાહ પુણે said,

    August 24, 2019 @ 12:53 AM

    અનિલ છું હું, સર્વ વ્યાપી છું,
    સારા નામ છે મારા, હું બહુ નામી છું.
    ધીમે થી ચાલુ તો પવન છું,
    ઝડપી બનું તો આંધી છું.
    રાતના શીતલ વાયુ છું,
    દીવસમાં ગરમી ની લુ છું.
    પાણી માં મીઠી લહેર છું,
    ફૂલો માં મસ્ત સુગંધી છું,
    પકડો નહીં મને હથેળી માં,
    કાયમ હું આઝાદી છું.
    લોકો ના હું શ્વાસ માં છું,
    લોકો ની હું જિંદગી છું.
    અનિલ છું હું, સર્વ વ્યાપી છું…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment