તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
– નેહા પુરોહિત

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

આઘેથી એક મત્સ્યપરી જોઈ ને પછી,
દરિયાને કીધું, ‘એય ! પરિચય કરાવને !’

હોઠોનાં સૌ કમાડ કરીને જરાક બંધ,
કેવું સરસ એ મૌનમાં બોલી’તી, ‘જાવ ને !’

ઇચ્છા તો છેલ્લી એ જ કે દર્દોનું ઘર મળે,
દુઃખતી રગોને સહેજ તું પાછી દબાવને.

તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યું’તું જે,
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.

પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળો થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..

– જિગર જોષી ‘પ્રેમ’

જિગરની આ ગઝલ કલમમાંથી નહીં, સીધી જિગરમાંથી ઉતરી આવી છે એટલે બધાય શેર સાવ અનાયાસ અને સંતર્પક લાગે છે… કાફિયાઓનો જે ખૂબીપૂર્વક પ્રયોગ આ ગઝલમાં થઈ શક્યો છે એ સાચે જ કાબિલે-દાદ છે…

12 Comments »

  1. Rina said,

    August 10, 2011 @ 2:44 AM

    beautiful…amazing…

  2. maulik said,

    August 10, 2011 @ 7:16 AM

    great beautiful

  3. ધવલ said,

    August 10, 2011 @ 8:29 AM

    એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
    તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

    – સરસ !

  4. Sandhya Bhatt said,

    August 10, 2011 @ 9:48 AM

    વાહ્,ખૂબ સરસ ગઝલ..

  5. દીપક પરમાર said,

    August 10, 2011 @ 10:05 AM

    ઇચ્છા તો છેલ્લી એ જ કે દર્દોનું ઘર મળે,
    દુઃખતી રગોને સહેજ તું પાછી દબાવને.

    સીધી આર-પાર ઉતરી ગઈ….

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 10, 2011 @ 10:48 AM

    બહુ જ સરસ!
    સઘળું સરસ!

  7. Kalpana said,

    August 10, 2011 @ 12:34 PM

    આપણને તો કમળા વાળી વાત ગમી ભઈ.
    અભિનન્દન, આભાર, સુન્દર કાવ્ય.

  8. Dhruti Modi said,

    August 10, 2011 @ 4:15 PM

    સરસ ગઝલ. દરેક શે’ર ગમ્યા.

  9. Rakesh shah said,

    August 11, 2011 @ 4:42 AM

    4th sher is superb!

  10. jigar joshi 'prem' said,

    August 11, 2011 @ 11:14 AM

    આભાર આપ સહુનો અને વિવેકભાઈ આપે કોપી પેસ્ટ કર્યુ એ બદલ ખાસ આભાર….

  11. sudhir patel said,

    August 12, 2011 @ 10:18 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  12. Gaurang Thaker said,

    August 30, 2011 @ 10:25 AM

    એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
    તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
    વાહ સરસ ગઝલ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment