આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ

દર્પણ અંગત – ભગવતીકુમાર શર્મા

માંડ જીવતી રાખી છે મેં આ ક્ષણ અંગત;
કેમ જિવાડી, તેનું પાછું કારણ અંગત!

આશા છે કે મૃગજળમાં પણ ભરતી ચઢશે,
તેથી તો અકબંધ રહ્યું મારું રણ અંગત.

ટોળામાં તો ટાંકો પણ તૂટવા નહિ દીધો;
રહ્યા સતત વિખરાતા મારા કણ કણ અંગત.

વ્યાખ્યાની ઓળખચિઠ્ઠીનો અર્થ નથી કઈ;
શબ્દ,લોહી,સંકેતથી પણ એક સગપણ અંગત.

સહિયારા સંબંધોનો એક ટાપુ જુદો;
વાસ્તવમાં તો હું પણ અંગત,તું પણ અંગત.

ભીંત ભરાઈ ગઈ છે મારી છાયાઓથી;
ચાલ,વસાવી લઉં આજે એક દર્પણ અંગત.

બારે મેઘથી લથબથ ધરતીને શું કરવી?
મને ખપે છે મારો સૂકો શ્રાવણ અંગત.

10 Comments »

  1. Rina said,

    July 3, 2011 @ 12:36 AM

    બહુ જ સુંદર…..
    layastaro has become an addiction…
    keep waiting for the posts…

  2. Atul Jani (Agantuk) said,

    July 3, 2011 @ 1:23 AM

    આ વાત બહુ જ ગમી ઃ

    સહિયારા સંબંધોનો એક ટાપુ જુદો;
    વાસ્તવમાં તો હું પણ અંગત,તું પણ અંગત.

  3. Manubhai Raval said,

    July 3, 2011 @ 2:14 PM

    બારે મેઘથી લથબથ ધરતીને શું કરવી?
    મને ખપે છે મારો સૂકો શ્રાવણ અંગત
    વાહ ખુબ સ્રરસ શ્રાવણ અને તે ૫ણ સુકો ? અન્ગ્તતા ૫ણ શ્રાવણ જેવી શુ ક્લ્પ્ના ચ્હે

  4. ધવલ શાહ said,

    July 3, 2011 @ 4:33 PM

    સલામ !

  5. વિવેક said,

    July 4, 2011 @ 1:05 AM

    સુંદર ગઝલ…

  6. Kalpana said,

    July 5, 2011 @ 6:08 PM

    આ બધુ શું છે અંગત અંગત?
    કોઇની સંગતમા પણ અમુક વાતો સૌ કોઇ રાખે અંગત અંગત.
    એમા ક્યારેક આનંદની છોળો ઉછળે અંદર, અંગત અંગત.

    મન મલકાવી જતી સુંદર રચના
    આભાર

  7. P Shah said,

    July 5, 2011 @ 11:59 PM

    મને ખપે છે મારો સૂકો શ્રાવણ અંગત….

    સુંદર ગઝલ !

  8. કવિતા મૌર્ય said,

    July 7, 2011 @ 12:09 AM

    ભીંત ભરાઈ ગઈ છે મારી છાયાઓથી;
    ચાલ,વસાવી લઉં આજે એક દર્પણ અંગત.

    વાહ !!! સુંદર શેર…

  9. niranjana.kaushik said,

    September 30, 2011 @ 9:45 AM

    આશા છે કે મૃગજળમાં પણ ભરતી ચઢશે,
    તેથી તો અકબંધ રહ્યું મારું રણ અંગત……વાહ !!

  10. niranjana.kaushik said,

    September 30, 2011 @ 9:47 AM

    આશા છે કે મૃગજળમાં પણ ભરતી ચઢશે,
    તેથી તો અકબંધ રહ્યું મારું રણ અંગત….વાહ !!.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment