લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

મને ડાળખીને – સુરેશ દલાલ

એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે:
અમને તો બધ્ધું કબૂલ.

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

– સુરેશ દલાલ

કુંવારા પ્રેમના ગીતમાં ક્યાંય પ્રેમનું નામ આવતું નથી. નવી ફૂટેલી ઈચ્છાની વાત કવિ માત્ર પ્રતિકોથી કરે છે.

4 Comments »

  1. Pushpakant Talati said,

    June 29, 2011 @ 7:42 AM

    ધવલભાઈ ;
    હું આજે આ રચનાનું હાર્દ સમજવામાં ઘણો જ ટુંકો પડ્યો.
    આપ અગર અન્ય કોઇ અર્થ-વિસ્તારથી સમજાવશે તેવી અપેક્ષાએ આ સ્વિકારી રહ્યો છું. – રચના ખરેખર ગહન હોય તેવું FEEL થાય છે . આશા છે કે હવે પછી જે COMMENTS આવશે તે અર્થ સભર તેમજ અર્થ સમજાવતી જ સશે.
    THANKS in anticipation to all “would be” comments writters.

  2. Faruque Ghanchi said,

    June 29, 2011 @ 5:27 PM

    અમને તો બધ્ધું કબૂલ … વાહ! સંવેદનાની લિપિ વાચાળ બનાવી છે!

  3. marblelessmonk said,

    June 29, 2011 @ 8:28 PM

    તલાશા જેવો કોઇ શબ્દ ગુજરાતી મા સામ્ભળ્યો નથી.

  4. ધવલ શાહ said,

    June 30, 2011 @ 12:23 PM

    તલાશા એક વૃક્ષ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment