પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
વિહંગ વ્યાસ

(કહો હૃદયજી) – અનિલ ચાવડા

આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ,
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?

જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.
નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.
વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

-અનિલ ચાવડા

INT, મુંબઈ તરફથી આ વરસનો શયદા પુરસ્કાર અનિલ ચાવડાને મળ્યો છે. ‘લયસ્તરો’ તરફથી અનિલને લાખ-લાખ અભિનંદન. અમારે તો અનિલને એટલું જ કહેવાનું કે વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ. વધતા રહો.. ધપતા રહો.. લખતા રહો…

31 Comments »

  1. anil Chavda said,

    June 18, 2011 @ 4:16 AM

    વિવેકભાઈ,
    તમે મારેી કવિતાઓ અવાર્-નવાર લયસ્તરો પર મુકતા રહો છો અને લોકો સુધેી પહોઁચાડતા રહો છો એનેી માટે તમારો આભાર ક્યાઁથેી માનવનો?

    મારો તો તમારેી પર હક્ક છે.

  2. dr.j.k.nanavati said,

    June 18, 2011 @ 4:55 AM

    અભિનંદન અનિલભાઈ

  3. Devika Dhruva said,

    June 18, 2011 @ 9:17 AM

    ભીતરમાં મંદિર ચણે છે
    કોઈ અજાણ્યો કડિયો….મસ્ત કલ્પના. ગમી ગઇ; કારણ કે સ્પર્શી ગઇ..

  4. Pushpakant Talati said,

    June 18, 2011 @ 9:33 AM

    શ્રી અનિલભાઈ ;

    આપશ્રીને INT, મુંબઈ તરફથી આ વરસનો શયદા પુરસ્કાર મળ્યો છે તે બાબત આજે ‘લયસ્તરો’ ઉપરથી જાણી ઘણોજ આનંદ થયો અને આપશ્રીને તે બદલ ખૂબ ખૂબ હર્દિક અભિનંદન પાઠવુઁ છું તો તે સ્વિકારશોજી. અને વધુમાં એટલું જ કહેવાનું કે – “ભગવાન કરે ને આપ લખ્યા વિના રહી જ ન શક્શો તો સારું ” – કેમ કે તેથી જ પિપાસુઓ ને પાણી મળતું રહે ને ? .

    આપનો મારગ હમેશા વધતો જ રહે અને તે મારગ પર આપ હમેશા આગળ ધપતા રકો અને અગ્રેસર થતા રહો તેવી શુભેચ્છા પણ. – હવે કહો અનિલભાઈ લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

    ફરીથી CONGRATULATION / અભિનંદન .

  5. sapana said,

    June 18, 2011 @ 10:26 AM

    વિવેકભાઈ આભાર..ખૂબ સરસ ગીત..ભીતરમા એક મંદિર અને અજાણ્યો કડિયો..કલ્પનાથી જ મન તરબોળ થયું ..અનિલભાઈ અમને તમારી પર ગર્વ છે..તમારી જેવાં યંગ કવિઓ કેટલાં કવિતાઓમાં ગુંથાયેલા છે અને જ્યારે જમાનો ફાસ્ટ ચાલી રહ્યો છે ત્યારે સુંદર કવિતાઓ લખી શયદા એવોર્ડ હાંસિલ કરવો …ખરેખર મારી દુઆઓ આપની સાથે…અભિન્ંદન..
    સપના

  6. Sudhir Patel said,

    June 18, 2011 @ 12:46 PM

    કવિશ્રી અનિલ ચાવડાને શયદા પુરસ્કાર બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુંદર ગીત!
    સુધીર પટેલ.

  7. anil Chavda said,

    June 18, 2011 @ 2:50 PM

    dear
    sudhirbhai patel,
    Sapana,
    Pushpkant Talaati,
    Devika Dhruva,
    dr.j.k.nanavati…

    Thank u . . . .
    Apno Abhari Aetla maate chhu ke atyare kavita na nam thi loko Dare Chhe Ane aava samay maa aap jeva sugn kaavyrasiko mara jeva yuvaan kavione anek rite protsaahan puru Paado chho.

    Hradaypurvak Aabhaar….

  8. DHRUTI MODI said,

    June 18, 2011 @ 5:40 PM

    ખૂબ સુંદર ગીત. શયદા પુરસ્કાર મેળવવા માટે હાર્દિક અભિનંદન.

  9. urvashi parekh said,

    June 18, 2011 @ 5:52 PM

    સરસ રચના,મન ને સ્પર્શી ગઇ.
    કેટલુ બધુ કહેવાણુ છે.
    અનીલભાઈ ખુબ ખુબ અભીનન્દન,

  10. jigar joshi 'prem' said,

    June 19, 2011 @ 12:36 AM

    અનિલ ચાવડા ! એ માત્ર નામ નથી, આવનારા સમયમાં અનિલ એક યુગ તરીકે એટલે કે અનિલ-યુગ તરીકે પોંખાય એટલેી વિશાળ શક્યતાઓ તેનામાં રહેલી છે…. શયદા એવોર્ડ માટે અનિલને રાજકોટનેી સાહિત્યિક સઁસ્થા ‘રચના’ ના મુખ્ય સંયોજક અને – જીવનકલા ફાઉન્ડેશનના એમ. ડી. મધુકાંત ભાઇ જોષેી વતી ખૂબ ખૂબ શુભકામનાઓ……

  11. jayesh patel said,

    June 19, 2011 @ 1:20 AM

    અનિલ CONGRATULATION શયદા પુરસ્કાર બદલ.

    સુન્દર રચના.

  12. Deval said,

    June 21, 2011 @ 12:21 AM

    @Anil ji: geet to superb chhe….tame pan kyarey lakya vina naa rahi shako evi shubhechhao…khub khub khub abhinandan….java do – hu koi pan bharekham shabdo no upayog nai karu…simply – aapadane to party joiye boss….!!, @Vivek ji: thanx for sharing…

  13. Taha Mansuri said,

    June 21, 2011 @ 2:35 AM

    શ્રી અનિલ ચાવડાને ખુબ ખુબ અભિનંદન.

  14. વિહંગ વ્યાસ said,

    June 21, 2011 @ 3:07 AM

    સુંદર ગીત. અનિલભાઇને અભિનંદન અને શુભેચ્છાઓ.

  15. anil Chavda said,

    June 21, 2011 @ 9:21 AM

    Deval Vora :
    party aapi…
    amdavad aavo tyare aapu!

  16. anil Chavda said,

    June 21, 2011 @ 9:23 AM

    DHRUTI MODI
    URVISH PAREKH
    jayesh patel
    jigar joshi prem
    Deval Vora
    Taha Mansuri
    વિહંગ વ્યાસ

    thank u dosto…. Tame chho to badhu chhe. aatalaama tame badhu samji jasho….

  17. કવિતા મૌર્ય said,

    June 21, 2011 @ 2:05 PM

    અભિનંદન !!! અનિલભાઈ.

  18. Maheshchandra Naik said,

    June 21, 2011 @ 5:54 PM

    શ્રી અનિલભાઈને શયદા પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનદન, સ્વસાથે વાત કરવાની જે રજુઆત કરી છે તે પણ સોંસરી ઉતરી જાય એવી જ છે, ડૉ. વિવેક્ભાઈ આપનો આભાર્……..

  19. Deval said,

    June 22, 2011 @ 12:19 AM

    @Anil ji: kai na samjayu…party ma samjavjo… 😛 😛

  20. Sandhya Bhatt said,

    June 22, 2011 @ 1:24 PM

    અનિલભાઈ,તમને અઢળક અભિનંદન.તમે લખતા જ રહો અને અમને જલસા પડતા જ રહે.

  21. anil Chavda said,

    June 23, 2011 @ 11:56 AM

    Deval Vora _ party ma kai rite samajaavavanu ae mane khabar Nathi padti…..

    Tame Awardni party mangi me kahyu amdavad avo tyare aapu.

  22. ઊર્મિ said,

    June 23, 2011 @ 10:56 PM

    ગીત ખૂબ જ ગમ્યું… ‘હૃદયજી’ સંબોધન પર તો આફરીન થઈ જવાયું…

    એવોર્ડ માટે અનિલભાઈને અઢળક અભિનંદન…

  23. anil Chavda said,

    June 25, 2011 @ 12:27 AM

    Thank u URMIBAHEN

  24. Deval said,

    June 25, 2011 @ 3:04 AM

    @Anil Ji:
    Deval Vora
    Taha Mansuri
    વિહંગ વ્યાસ

    thank u dosto…. Tame chho to badhu chhe. aatalaama tame badhu samji jasho….

    me aano jawab aapyo ke mane to kai naa samjayu-party ma samjavjo…joke have mane beek lage chhe ke ahi party party ramishu to Vivek sir khijashe…mate hu baaki ni detail text msgs ma… 🙂

  25. Pancham Shukla said,

    June 25, 2011 @ 5:07 AM

    અનિલભાઈને અભિનંદન.

  26. anil Chavda said,

    June 26, 2011 @ 2:41 PM

    Panchambhai Shukla
    Thank u

  27. Dr.Kesar Makwana said,

    June 28, 2011 @ 12:49 PM

    ખુબ ખુબ અભિનન્દન !

  28. anil Chavda said,

    June 30, 2011 @ 3:14 PM

    Ok. Deval Vora.

    Thank u.

    Vivekbhaine lagashe ke Ahi kya biji charchaye chadi gaya aa loko….

  29. બંકિમ રાવલ said,

    July 1, 2011 @ 2:47 AM

    પ્રિય કવિમિત્ર અનિલને શયદા પુરસ્કાર મેળવવા બદલ હાર્દિક અભિનંદન.
    બંકિમ રાવલ.

  30. rajen mehta said,

    July 3, 2011 @ 1:29 AM

    અભિનંદન અનિલભાઈ!

  31. bhavesh the rock said,

    February 10, 2013 @ 5:50 AM

    ઝોરદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment