સુંદર મોડ – સાહિર લુધિયાનવી (સાછંદ પદ્યાનુવાદ: રઈશ મનીઆર)
चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों
न मैं तुमसे कोई उम्मीद रखूं दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत-अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से
तुम्हें भी कोई उलझन रोकती है पेश-क़दमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मिरे हमराह भी रुसवाईयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साए हैं
तआरुफ़ रोग हो जाए तो उसको भूलना बेहतर
तअल्लुक़ बोझ बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसें अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा
चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों
ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ
અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી
તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા
પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી
ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ
ઉર્દૂ ગઝલના ચમકતા સિતારા અને હિંદી ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રાણ સમા સાહિર લુધિયાનવીના લબ્ધપ્રતિષ્ઠ સંગ્રહ “आओ कि कोइ ख्वाब बुनें”નો ગુજરાતી તરજૂમો એની શાસ્ત્રીય ઉર્દૂ ભાષાના કારણે આમેય અઘરો છે અને વળી છંદ જાળવી રાખીને પદ્યાનુવાદ કરવો તો વળી ઓર દોહ્યલો ગણાય. પણ છંદોની ગલીઓના ભોમિયા રઈશ મનીઆરને કદાચ આ કળા હસ્તગત છે. કૈફી આઝમી, જાવેદ અખ્તર અને પછી હવે સાહિર લુધિયાનવીના પ્રતિનિધિ કાવ્યસંગ્રહોનો સાછંદ પદ્યાનુવાદ -આવો કે સ્વપ્ન વણીએ કોઈ- આપીને એમણે ગુજરાતી ભાષાને વધુ રળિયાત કરી છે. ગુલઝારના કાવ્યોનો અનુવાદ પણ પાઈપલાઈનમાં જ છે. હિંદી ફિલ્મમાં ખૂબ વિખ્યાત થયેલી સાહિરની એક નજમને અહીં આસ્વાદીએ. (લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ રઈશ મનીઆરનો આભાર).
સુરેશ જાની said,
February 17, 2007 @ 6:44 AM
‘મહોબ્બ્બતના ગગનમાં ચાલને સાથે ઊડી લઇએ.
ફરી પાંખો નહી આવે, પવન આવો નહીં આવે. ” – મ. ઉ. એ ગાયેલું
એજ ઢાળમાં છે.
વિવેક said,
February 17, 2007 @ 7:05 AM
સાચી વાત છે, સુરેશભાઈ! એ જ છંદ છે:
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા…
આ જ છંદમાં અન્ય ગીતો:
નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે…
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે…
સજન રે જૂઠ મત બોલો, ખુદાકે પાસ જાના હૈ…
સુહાની ચાંદની રાતેં હમેં સોને નહીં દેતી…
NAVEED said,
February 18, 2007 @ 5:43 AM
DEAR FRIEND !
FIRST OF ALL I WOULD LIKE TO THANK YOU FOR YOUR BEST EFFORT .. AND THEN A LITTLE SORY THAT I COULD NOT READ THIS LANGUAGE COZ I DONT KNOW GUJRATI OR HINDI LANGUAGE ..
SECONDLY
I MUST TELL YOU THAT I ENJOYED THE POEM BY SAHIR LUDHIANWI .I HAVE BEEN LISTENING THIS POEM FOR LONG TIME AND THE MELODY OF THIS POEM IS UNFORGETABLE TILL NOW .
I M NAVEED FROM LAHORE PAKISTAN.
અમિત પિસાવાડિયા said,
February 18, 2007 @ 9:19 AM
સુંદર ગઝલ નો ગુજરાતીમાં સરસ અનુવાદ…
આભાર…
UrmiSaagar said,
February 18, 2007 @ 11:17 AM
મારું ખુબ જ પ્રિય હિન્દી ગીત…
એનો ગુજરાતી અનુબાદ વાંચવાની અને ગણગણવાની ખુબ જ મજા પડી ગઇ.
દેશમાં જવાનો ફરી મોકો મળે ત્યારે કયાં પુસ્તકો લાવવા, એની મારી યાદીમાં હવે આ પુસ્તક પણ આવી ગયું! ‘આવો કે સ્વપ્ન વણીએ કોઈ’
આભાર વિવેક!
Vishal said,
February 20, 2007 @ 1:48 AM
Dear Friend,
I like the Gujarati Poem and Shayaris from send to you me, but i can’t read it, it shows as like ??????????????????????????????, so, what can i do for read it.
Thanks
Vishal
વિવેક said,
February 20, 2007 @ 2:39 AM
Dear Vishal,
Just go to this page & enjoy typing in Gujarati. If you are using any windows version lesser than Xp, you may not be able to read Unicode Gujarati fonts. In that case, kindly upgrade your Windows to either Xp or Vista.
HARDIK said,
February 23, 2007 @ 7:48 AM
Hello my name is hardik and i am a gujrati and i am from Rajkot city ..
i have read this website and and i think there are to many peoples who like to sayri like me.. and i like sayries to much in gujrati ,hindi and english language so i want sayri daily so can some buddy send me sayries in my email at hardiksimple@yahoo.com and i like Gujrati sayris..
Thank You
HARDIK
મીના છેડા said,
February 23, 2007 @ 8:25 AM
મિત્ર વિવેક
સમય સાથેની દોડમાં ઘણું છુટતું જાય છે. અહીં આવીને જાણ્યું તો લાગ્યું કે ઘડીક વિસામો મળ્યો.
કવિને તો અભિનંદન ખરા જ પરંતુ તને પણ આભાર.
Harshad Jangla said,
February 23, 2007 @ 5:40 PM
ખૂબજ મહેનત કરીને આવું ભાષાંતર કરી શકાય
અંતર થી અભિનંદન
Harshad Jangla
Atlanta, USA
Feb 23, 2007
chetu said,
February 24, 2007 @ 12:09 PM
આ ગઝલ ના શબ્દો મા જે કરુણતા છે એ મહેસુસ કરવા થી જ સમજાય ..!..જીવન ની વાસ્તવિક્તા છે કે હ્રદય નુ દર્દ છુપાવી ને જીવવા નુ હોય છે… એટ્લે અજનબી બનવુ પડૅ છે..!
chirag desai said,
February 27, 2007 @ 8:22 AM
Dear Vivek,
This is even more better then the previous two i have recieved from you. it is just like the three degrees of grammar
i.e. good better & Finally the best
sagarika said,
March 23, 2007 @ 9:02 AM
મારા વિચાર થી મહેન્દ્ર કપુર ને ગાવા મળેલું શ્રેષ્ઠ ગીત, ગીત કેટલી વાર સાંભળ્યુ છે, આજે ગુજરાતી ભાવાનુવાદ સાથે વાંચવાની મજા આવી કેમ કહેવુ?? કારણ કે અમુક ગીત વાંચી-સાંભળી મજા ફીલ ના થાય… ખુબ સરસ ગીત છે….. સાહિર સાહેબ જ લખી શકે તેવું…….
Hardik Upadhyay said,
April 7, 2007 @ 4:13 PM
its really amazine stuff to read this kind of stuff in this blog.
I am from rajkot but it has been so many years since i have read any kind of gujarati poems.
It made me think of my schooldays. The real thought provoking and fantastic poem. Nice work sir. Keep it up!
tarkmatsya said,
November 9, 2007 @ 5:58 AM
નયન ના જામ છલકાવિને ચાલ્યા ક્યા તમે..,
tarkmatsya said,
November 9, 2007 @ 6:07 AM
એક કવિ ને જાણ્કાર હોય છે, પોતાનિ કવિતા ની અને વ્યાખ્યાનોની ઍજ કવી લખતી વખતે કલમ ને પોતાની ધડકન ના ધબકરે થી નયન ના અષ્રુ પુર્વે ઍવ જાન્ખિ આપે છે! સમજી સકો તો મનહર ભાઈ ને પણ તમે સમજી સકત., નયન નૅ બન્ધ રાખી ને મા ઍમણે સારુ ઍવુ ગજ્હલ નુ રુપાન્તર કરેલ છે.
Pinki said,
November 9, 2007 @ 10:56 AM
જીંદગીને જ માશૂકા બનાવી ,
આ ગીત જીંદગીને સંભળાવવાની મજા પણ કંઈ ઓર છે ……!!
જાણે રોજ નવેસરથી નવીનક્કોર જીંદગીને મળવાની તાલાવેલી લાગે પછી તો
ગીતાસાર વાંચતા કે સમજતા હોઈએ એવું લાગે ક્યારેક તો….!!
આભાર, રઈશભાઈ.
mayur patel said,
February 8, 2008 @ 6:15 AM
ham he aapke ,
tum ho hamre,
rat he apni,
bat he apni,
ahesas tumhara,
sath mera ,
to kisase darna,
PARAG.P.MEWADA said,
June 28, 2008 @ 12:21 PM
લખતી વખતે હાથ માથિ કલમ કયાન્ક ખોવાઈ ગઈ,
એમ જ જિન્દગી માથી આપ ક્યાન્ક ખોવાઈ ગયા.,
સપન માથી આન્ખ ખોલ્વનુ મન ન હતુ થતુ.,
અન્જણયા મા આપ ક્યાન્ક દીલ મા જ છવાઈ ગયા.,
torero_parker@sify.com
चलो इक बार फिर से अजनबी बन जाएं…સાહિર લુધિયાનવી « મન નો વિશ્વાસ said,
October 26, 2008 @ 5:54 AM
[…] આભાર લયસ્તરો […]
चलो इक बार फिर से अजनबी बन जाएं…..સાહિર લુધિયાનવી, રઈશ મણીયાર - સુલભ ગુર્જરી said,
October 26, 2008 @ 6:02 AM
[…] આભાર લયસ્તરો […]
kokilashukla said,
March 4, 2009 @ 7:47 AM
who will take up my work?ask the setti
who will take up mywork?ask the setting sun.
non has as answer,in the whole silent world,
an earthen lamp says humbly,from a corner
i will my lord,as best as i can!
mane aa site bahu j gami che ,hu ichhu chu ke whole world ma gujarati bhasa earthen lamp nu kam kare,ravindra nath tagore ni aa char lineaakhu world vaache
thanks
i m kokila shukla from baroda i like layastora very much
kokilashukla said,
March 4, 2009 @ 10:32 AM
મારાથિ કોઇ ભુલ થાય તો માફ કરશો,હજુ હુ ગુજરાતિ લખતા શિખુ ચ્હુ.ધિરેધિરે આવદિ જશે.
pradip sheth said,
March 4, 2009 @ 12:18 PM
તાલુક..બોજ બન જાયે…
સંબંધ બોજારૂપ થઇ જાય…હોવુ જોઇએ
તાલુક… એટલે પ્રિતી…નહીં….સંબંધ
raeesh maniar said,
March 9, 2009 @ 2:03 AM
પ્રદીપભાઇ,
આ બાબતે અગાઉ પણ એક મિત્રે મારું ધ્યાન દોર્યું હતું. ઉર્દુ સાહિત્ય અકદમીના ઉર્દુ ગુજરાતી કોશ મુજબ તઅલ્લુકનો એક અર્થ પ્રીતિ પણ થાય છે. મારી પાસે ચાર ઉર્દુ ડિક્શનરી છે દરેકમાં આ શબ્દનો સંબધ ઉપરાંત પ્રેમ વ્યવહાર, લગાવ કે પ્રીતિ જેવો અર્થ આપ્યો છે. આ શબ્દ મૂળ અરબી શબ્દ અલાક પરથી આવ્યો છે જેનો અર્થ પણૅ સંબંધ અથવા લગાવ થાય છે.
સંબધ શબ્દાર્થ વધુ પરિચિત છે, પરંતુ અહીં બીજી અને ચોથી પંક્તિની પ્રાસ યોજના સાચવવા સ્ત્રીલિંગ શબ્દની જરૂર હોવાથી પ્રીતિ શબ્દ પસન્દ કર્યો છે. સંબંધ વધુ યોગ્ય છે પણ પ્રીતિ નજ ચાલે એવું નથી.
ચીવટપૂર્વક વાંચન કરી ધ્યાન દોરવા બદલ આભાર
Milind Gadhavi said,
August 8, 2012 @ 2:41 AM
I have always felt that translating these kind of poems (the hindi-urdu blend) into gujarati is just unnecessary.. Readers understand the original quite well…
All you need is to indicate the meaning of some difficult words in the end. Thats it..
Gujarati kills the lucidity and feel of Urdu… And thereby the meaning.. And the peaks and valleys..
ગુલઝારની ત્રિવેણીના અનુવાદો હમણાં જ ક્યાંક વાંચ્યા.. આખી મજા જ મરી જાય. ‘બાઝીગર’ નું ‘નટ’ કરતાંવેંત કાવ્યની મોજ જતી રહે.. અહીં પણ ‘અફસાના’ની જ મજા છે. ‘કથા’ કરવાથી કથા જ થાય, કાવ્ય મરી જાય..
રઇશભાઇ, ગુસ્તાખી માફ કરે… પણ મને સાહીર, જાવેદ, કૈફી અને ગુલઝાર, બધાં અનુવાદોમાં આવું જ લાગ્યું.