મઝધારે મુલાકાત-હરીન્દ્ર દવે
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમા,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
– હરીન્દ્ર દવે
ગીતની અનુપમ સુંદરતા વિષે કંઈપણ કહેવું તે સૂરજને ટોર્ચ બતાવવા જેવું છે. ‘આંધી’ નું ગુલઝારનું અમર ગીત યાદ આવી જાય છે-‘ તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહિ….રાત કો રોક લો….’. આ ગીત સ્વ.દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં લતા મંગેશકરે ગાયું છે અને એને માણવું હોય તો આ આ શબ્દોનું google search કરવા વિનંતી-
Lata – Ruple Madhi Chhe – Rupale Madhi Chhe Saari Raat – Lata …
Rina said,
May 29, 2011 @ 1:34 AM
beautiful song. Listening to it in lataji’s voice was grt…….
pragnaju said,
May 29, 2011 @ 6:24 AM
મધુરુ મધુરુ ગીત
રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે
By Jayshree, on April 28th, 2008 in ગીત , ટહુકો , હરીન્દ્ર દવે |
લતા મંગેશકરના સ્વરમા માણી શકશો
Faruque Ghanchi said,
May 29, 2011 @ 7:06 AM
હરીન્દ્ર દવેના અનુપમ ગીતોમાંનું એક … એમાં તળપદાં શબ્દોનાં છાંટણાં એને મધુરું બનાવે છે… ખૂબ સુંદર.
…સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
P Shah said,
May 29, 2011 @ 7:30 AM
એનું ઢૂકડું ન હોજો પ્રભાત….
સુંદર ગીત !
જયેન્દ્ર ઠાકર said,
May 29, 2011 @ 8:01 AM
સદાબહાર ગીત! ઘણીવાર સાંભળેલું પણ શિર્ષકની ખબર ન હતી.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
નથી લાગતું કે માહેં પડ્યા તે મદભર મહાલે અને દેખનારા દાઝે રે….
Bharat Trivedi said,
May 29, 2011 @ 9:02 AM
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
હરીન્દ્રભાઈનું એક એવું યાદગાર ગીત જે ક્યારેય જૂનું થાય તેમ નથી !
ભરત ત્રિવેદી
Maheshchandra Naik said,
May 29, 2011 @ 12:40 PM
સરસ ગીત, શ્રી હરીન્દ્રભાઈને લાખ લાખ સલામ…………………………………………………
શ્રી તીર્થેશભાઈ, અમને ગમતા ગીતોમાનુ આ અત્યંત પ્રિય ગીત માટે આપનો આભાર, ઓડીયો પણ સાથે જ મુકી હોત તો વિશેષ આનદ થઈ જાત……………..
DHRUTI MODI said,
May 29, 2011 @ 2:39 PM
સદાબહાર ગીત, માણવાની સાચે જ મઝા આવી.
Asdghar Vasanwala said,
May 29, 2011 @ 4:00 PM
મિલન ની રાત સવાર પડતાં મસજીદ થી બાંગ ની આવાજ આવે છે અને પ્રેમીકા ચોંકી જાય છે. બાપ રે સવાર થઇ ગઇ; ને ઘરે જવા માટે ઝડપે છે. પ્રેમી બાંગ આપનાર ને ભાંડે છે કે કમબખત હમણાજ તને ખ઼ુદા યાદ આવ્યો.
દી, મોઅઝિન ને અઝાં, શબે વસ્લ, પિછલે પહેર
હાએ, કમબખ઼્ત કો કિસ વક઼્ત ખ઼ુદા યાદ આયા
kartika desai said,
May 30, 2011 @ 10:35 AM
Tirtheshbhai JayShreeKrishna.
tame mukelu kavi shree harindra dave nu geet ghanu j gamyu.tame mane nathi pichanta pan vivekbhai ne dhavalbhai sathe mari kavitano shabdik aaswad aras-paras manata rahiye chiye.tame mari nazdik surat na j rahish cho to bardoli amara ghare 6th june,somvaare sware vastu-gruh-shanti pujan nirdharit thayu che to aavi s-parivaar abhishek karo to amne gamata na gullal,amara desai parivaar taraf thi prembhryu sharsh nimantran che.javab ni rahe….
તીર્થેશ said,
May 31, 2011 @ 1:27 AM
thanks a lot kartikaben. unfortunately we are out of station from 3ed to 9th. will see you some other time. my mobile number is 9825130088. thanks again.