ગઝલ – હરીન્દ્ર દવે
એના પાયલ તો સદાકાળ રહે રણઝણતાં,
જિંદગી વીતી ગઈ એક ઝલક સાંભળતાં.
જાણે ક્યારેય કોઈ ઓળખાણ પણ ન હતી,
માર્ગ પર સામા મળે તોય એ નથી મળતાં.
યુગયુગોથી બની ગંગા એ વહે છે અહિંયા,
એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં.
હું જ શબ્દોને કહું છું કે તમે ના ઊગો,
ને છતાં ફૂલ શા ફૂટી રહે તને લખતાં.
આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,
જન્મજન્માંતરો વીત્યા છે તને ઓળખતાં.
– હરીન્દ્ર દવે
Dr. J. K. Nanavati said,
June 10, 2011 @ 5:14 AM
???!!!???
Nili said,
June 10, 2011 @ 6:26 AM
મનમાં આપોઆપ રણઝણ થાય છે, લોહીમાં લયના ભણકારા ઉઠે છે આ ગઝલ વાંચતા.
kalpana said,
June 10, 2011 @ 6:52 AM
આષ્લેષમા લીધી જન્મો જ્ન્મની ઓળખાણ પછી, શબ્દો ફૂલસમા ઉગે પાયલ સદાકાળ રણઝણે,
આ ઉમઁગ કાઁઇ જેવોતેવો નથી.
અભિનન્દન કવિને આ ભાવ જાગવા બદલ. આપણને મનમા રણઝણ જાગવા બદલ, વિવેકભાઈને પણ અભિનન્દન એમને રણઝણ થયુઁ હશે તો આપણા સુધી આવ્યુ ને?
આભાર સવાર સુધારવા બદલ.
kanchankumari p parmar said,
June 10, 2011 @ 7:01 AM
ચાહવુ એ કોઈ ગુનો નથિ ;છતાય સજા જિંદગિભર ની જરાય કમ નથિ…..
sapana said,
June 10, 2011 @ 8:16 AM
આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,
જન્મજન્માંતરો વીત્યા છે તને ઓળખતાં. ખૂબ રોમાન્ટિક ગઝલ..
સપના
ધવલ said,
June 10, 2011 @ 2:28 PM
યુગયુગોથી બની ગંગા એ વહે છે અહિંયા,
એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં.
– સરસ !
DHRUTI MODI said,
June 10, 2011 @ 5:49 PM
ખૂબ જ સુંદર ગઝલ.
zapada parbat said,
June 14, 2011 @ 9:04 AM
ખૂબ સરસ આભાર
mita parekh said,
June 15, 2011 @ 1:08 AM
romantic, & touchy.
ketan barot said,
June 19, 2011 @ 2:56 AM
સવાર ની હિચકી આવે છે …
પપ્પા એ બહુ મહેનત કરી ને મકાન બનાવ્યું છે
જેમાં અમે રહીએ છીએ
સારા નરસા ની સમજણ આપી …
તૈયાર થાળી માં જમીએ છીએ ..
સવાર ની હિચકી આવે છે….
કોક યાદ કરતુ હશે …
અરે હા આજે father’s day છે ને ……….
એ તો જેને પિતા હોય એ જ ઉજવે એવું જ કઈ હોય છે ને ……
—અણનમ —
ellena said,
June 20, 2011 @ 8:44 PM
Test Checking..