અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

સ્મૃતિ – લાભશંકર ઠાકર

કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી !
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર !
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ,ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર,ભાલ વિષે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે,તરબોળ ભીનું
આખુંય દ્રશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દ્રશ્યને લૈ
પાંખો મહીં.
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે.
– લાભશંકર ઠાકર

એક classical કાવ્ય !

4 Comments »

  1. Pancham Shukla said,

    May 8, 2011 @ 5:15 AM

    વસંતતિલકા- ગાગાલગા લલલગા લલગા લગાગા છંદ આ કાવ્યથી મનમાં સખત રીતે જડાઈ ગયેલો. હાઈસ્કૂલ દરમિયાન પાઠ્યપુસ્તકનું આ કાવ્ય મુખપાઠમાં આવતું. ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ નો ઘોષ ફરીથી સ્મૃતિપટ પર સળવળી ઊઠે છે.

    કોઈ સમર્થ ચિત્રકાર આ કાવ્યની ચિત્રાત્મકતાને કેનવાસ પર ઢાળી શકે તોે આપણને એક અનુપમ પ્રત્યક્ષ-છવિ મળે.

    દૈયડ (Oriental Magpie Robin) ની છવિઓઃ
    http://www.google.co.uk/search?q=oriental+magpie-robin&hl=en&prmd=ivns&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=B2zGTf3BDMar8AO6j9D2Bw&sqi=2&ved=0CDUQsAQ&biw=1024&bih=566

    સર્જક પરિચયઃ
    http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Labhshankar-Thakar.html

    http://sureshbjani.wordpress.com/2006/07/01/labhashankar_thaker/

  2. pragnaju said,

    May 8, 2011 @ 8:22 AM

    સ રસ રચના

  3. Bharat Trivedi said,

    May 8, 2011 @ 8:52 PM

    ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’માં આવતા ‘ વહી જતી પાછળ’નો સંકેત મને એટલો ત્યારે ને આજેય નથી ગમ્યો. છંદ એવા ચિત્તમાં જળવાઈ રહ્યા છે કે આજેય રમ્ય ઘોષ શમ્યા જ નથી! હમણાં જ દુરદર્શન માટે લેવાયેલા મારા એક ઇન્ટરમાં ચિનુ મોદીએ પ્રશ્ન કર્યો કે ‘રે’ સમયના ગાળામાં તું લા.ઠા.થી ડરતો હતો ને? મેં તરત જ હા પાડી દીધી’તી! તેમની હાજરીમાં કટાવમાં કવિતા વાંચવાની હિંમત તો છેક ૨૦૦૪માં કરી હતી! આ કાવ્ય સાથેનો મારો નાતો ઘણો પુરાણો છે.

  4. વિવેક said,

    May 11, 2011 @ 9:06 AM

    સુંદર કવિતાઓ… જૂની સ્મૃતિઓ સજીવન થઈ આવી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment