અમે – હરજીવન દાફડા
ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.
ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.
નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.
છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.
– હરજીવન દાફડા
પહેલો શેર મારો પ્રિય છે. આખી ગઝલ હાથ લાગી એટલે તરત આ ગમતનો ગુલાલ !
Dinesh Gajjar said,
April 18, 2011 @ 11:09 PM
બહુ જ સરસ….
preetam lakhlani said,
April 18, 2011 @ 11:44 PM
ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા
બહુ જ સરસ શેર્…….ઉત્તમ ગઝલ્….ગમી
preetam lakhlani said,
April 18, 2011 @ 11:51 PM
માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ
વિવેક said,
April 19, 2011 @ 1:38 AM
સુંદર ગઝલ… પહેલા બે શેર તો શેર ઉપર સવાશેર…
Kalpana said,
April 19, 2011 @ 6:16 AM
અમે નો અર્થ આ ક્રુતિમા ‘આપણે’ લેવાનો છે. કેટલુઁ સાચુ છે, કે નિખાલસ ચહેરાઓ કરગરતા રહે અને આપણે એના પર મહોરા ચોડ્યા વિના રહી શકતા નથી! આપણા વિકલાઁગ માનસને ઓળખી શકતા હોત તો? દરેક માનવીના માનસનુ સચોટ ચિત્રણ અઁકાયુ છે.
આભાર ધવલભાઈ
આભાર હરજીવનભાઈનો આટલી સુન્દર રચના બદલ.
sureshkumar vithalani said,
April 19, 2011 @ 6:42 AM
very nice gazal indeed. thanks a lot to the poet and ‘Layastaro’
pragnaju said,
April 19, 2011 @ 7:44 AM
નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.
વાહ્
ખલીલ જીબ્રાનની જાણીતી વાત છે-
હું ગાંડો કેવી રીતે થયો?
એક દિવસ મેં જોયું કે મારાં સાતેય મહોરાં ગૂમ,
જે હું રોજ પહેરતો હતો.
તુરત હું શેરીમાં બૂમ પાડતો દોડ્યો…
ચોર,ચોર મારા મહોરા ચોરાઈ ગયાં છે.
બસ
ત્યારથી લોકો બોલી ઉઠ્યાં-
ગાંડો છે!
rajesh gajjar said,
April 19, 2011 @ 8:09 AM
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા…..
ખુબ સરસ…ધન્યવાદ…
sapana said,
April 19, 2011 @ 9:04 AM
આમ તો એક પણ શેર મોળો નથી..પણ આ ખૂબ ગમ્યો..
નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.
સપના
Bharat Trivedi said,
April 19, 2011 @ 9:58 AM
આમ તો આ શેર બધાને માટે છે પણ અહીં આવી વસેલા માટે થોડો વિશેષ કારાગત થતો લાગ્યો. સરસ ગઝલ !
urvashi parekh said,
April 19, 2011 @ 10:39 AM
સરસ રચના.
ઘણા જન્મો પછી,ભાડ મળ્યુ તુ ઘર.
અને રન્ગીન મહોરા ચોડવાની વાત સરસ.
DHRUTI MODI said,
April 19, 2011 @ 2:50 PM
ખૂબ જ સરસ રચના. સમગ્ર માનવજાત માટેનું સચોટ રેખાચિત્ર દોરતી સુંદર ગઝલ. ફક્ત ચાર શે’ર બારની ગરજ સારે ઍવા મજબૂત છે, હરજીવનભાઈને અભિનંદન.
sureshkumar vithalani said,
April 19, 2011 @ 5:22 PM
very nice gazal .thanks a lot.
Ramesh Patel said,
April 19, 2011 @ 8:28 PM
એક ઉત્કૃષ્ઠ ગઝલ .
રમેશ પટેલ(આકાશદીપ)
kishoremodi said,
April 19, 2011 @ 10:41 PM
નખશિખ સુંદર ગઝલ
Kirtikant Purohit said,
April 21, 2011 @ 2:02 AM
સરસ છે.
કેસર મકવાણા said,
September 23, 2011 @ 3:20 AM
ક્યા બાત હૈ ! હરજીવન ભાઈ ! અદભૂત રચના. યાદગાર ગઝલની યાદીમાં રાખી શકાય તેવી !
dr.ketan karia said,
March 19, 2012 @ 8:54 AM
સરળ વ્યક્તિત્વનાં માલિકની ખૂબ જ સહજતાથી વાંચી, સમજી અને માણી શકાય તેવી એક ગઝલ- જે તેમનાં ગઝલ-સર્જનની વિશેષતા રહી છે.
શાલીન said,
May 11, 2017 @ 4:27 AM
અદભુત ગઝલ.