ગઝલ – મધુમતી મહેતા
સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ્
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ્
છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્
ડગલે પગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવા મણ ભજ ગોપાલમ્
કુબ્જા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ્
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ્
નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ્
કહેત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ્
હાથ ન ધરીએ ઝોળી આપણ ભજ ગોપાલમ્
દાતો દરિયો મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ્
ગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્
ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્
– મધુમતી મહેતા
અખાના છપ્પા યાદ આવી જાય એવી મજેદાર મત્લા ગઝલ…
ninad adhyaru said,
April 9, 2011 @ 2:35 AM
undhu ghaali unghe naaran ! great !
Pancham Shukla said,
April 9, 2011 @ 5:58 AM
ક્યા બાત હે! કૃતક ચોટથી મુક્ત એવી મત્લાગઝલ કે છપ્પાગઝલ ઉપરાંત તળપદી સુગંધથી ફોરતું ઉમદા કાવ્ય.
Bharat Trivedi said,
April 9, 2011 @ 7:16 AM
બસ મજા આવી ગઈ, મધુબેન !
-ભરત ત્રિવેદી
દીપક પરમાર said,
April 9, 2011 @ 7:34 AM
વાહ!!! શાળાના દિવસો યાદ આવી ગયા, જ્યારે ગુજરાતીના શિક્ષક આવું કાવ્ય ગાઈને શિખવાડતા ત્યારે આખો કલાસ ગુંજી ઉઠતો…
ખુબજ સરસ મત્લા ગઝલ…
pragnaju said,
April 9, 2011 @ 9:54 AM
મઝાની ગઝલ
આ શેરો વધુ ગમ્યા
સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ્
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ્
છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્
ASHOK TRIVEDI said,
April 9, 2011 @ 11:03 AM
maja avi gai.vah vah. http://www.chartsanketstock.com ashok trivedi 09/04/11 9.30.p.m.
preetam lakhlani said,
April 9, 2011 @ 11:37 AM
મધુમતી મહેતાની ગઝલ વાચી, મને ધાયલકાકાની ગઝલનો એક શેર યાદ આવ્યો….
લીટી એકાદ સાંભળી ધાયલ્,
હલબલી જાય આદમી તે ગઝલ્…….
ઉપરની ગઝલ સાંભળી….બહુ જ મજા આવી….આ મારુ સદભાગ્ય છે કે મે આ ગઝલ ધણી વાર મધુબેનના સ્વરમા માણી છે. બસ આ ગઝલ વાચી વિવેચકો આટલુ સિખે ભજ ગોપાલમ્
sapana said,
April 9, 2011 @ 4:58 PM
ડગલે પગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવા મણ ભજ ગોપાલમ્
આખી ગઝલ વ્યંગમાં છે બધાં શે’રમા વીઝડમ છે..આ પંકતિઓ ગમી!!
સપના
urvashi parekh said,
April 9, 2011 @ 7:39 PM
સરસ..
ઘણુ બધુ કહેવાયુ છે,નાની નાની પન્ક્તીઓ માં.
DHRUTI MODI said,
April 9, 2011 @ 8:41 PM
મઝા આવી ગઈ ભઈ!!!!!!
ડૉ.મહેશ રાવલ said,
April 10, 2011 @ 12:48 AM
વાહ…!
કદાચ આ રદિફ ગઝલલેખનમાં પ્રથમવાર પ્રવેશ્યો હશે….!
સરસ ગુંથણી અને એથીય સવાયું ભાવનિર્માણ્….
લોટ જરીક ઝાઝું છે ચાળણ-ખૂબ માર્મિક વાત.
-અભિનંદન મધુબેન…..
Kirftikant Purohit said,
April 10, 2011 @ 2:18 AM
સરસ મત્લા ગઝલ માણી.
pragnaju said,
April 10, 2011 @ 9:01 AM
સ રસ ગઝલનો
મૂળિયાં સુધ્દ્ધાં ઉખાડી લઈ ગયાં,
એજ કહેછે આવશે પર્ણો નવા
આ શેર ગમ્યો
યાદ આવે ;અનંત પ્રકારની ભૂલોમાંથી એકાદ ભૂલને સુધારવા માથાકૂટ કર્યા કરે છે. પણ તે જો સાચી ભૂલ પકડે તો ક્યારેક મૂળ સુધી પહોંચે પણ આ તો ખોટી ભૂલ પકડી, તે ભૂલેય ભાંગતી નથી ને મૂળીયાં ય જડતાં નથી. મોટા મોટા યોગીઓ-સંતોય કહેશે, મન ભટકે છે. તેનાથી સંસારમાં ભટકામણ છે. મન સ્થિર કરો. મન કંટ્રોલમાં આવી જાય તો બધો નિવેડો આવી જાય. પણ વાસ્તવિકતામાં મનનો દોષ જ નથી, ચિત્ત બગાડ્યું છે અને તે ભટક ભટક કરે છે. તે ચિત્તને ઓળખતા નથી ને મનની પાછળ પડે છે તો કેવી રીતે ઉકેલ આવે ? ઃ
Dinesh Pandya said,
April 11, 2011 @ 1:51 AM
ખુબ સુંદર ગઝલ!
ડગલે પગલે ડાંટે ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવામણ ભજગોપાલમ્
અખાના છપ્પા અને વેણિભાઈ પુરોહિતની ગોફણ ગીતા (જે ગુજરાતી સાંધ્ય દૈનિકમા આવતી) યાદ આવી ગયા.
અભિનંદન!
MAHESHCHANDRA NAIK said,
April 11, 2011 @ 10:24 PM
ડગલે પગલે ડંટે ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવામણ ભજ ગોપાલમ્
છેવટે ભગવત ભજન જ અગત્યનુ છે એવી વાત કરતી સરસ રચના…………….સરસ રીતે ગવાય એવી રચના, કવિયત્રીના સ્વપઠન દ્વારા સાંભળવાની તક મળે તો વિષેશ આનદ થશે…