ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
રિષભ મહેતા

વર્તુળ – અલકા શાહ

મધ્યબિંદુઓ બદલાતાં જાય છે.
સાથેસાથે વર્તુળો બદલાતાં જાય છે.
દરેક મધ્યબિંદુ વર્તુળ છે – ના ભ્રમમાં,
વર્તુળ પર વર્તુળ રચાતું જાય છે.
વર્તુળની જાણ બહાર મધ્યબિંદુ બદલાતું જાય છે.
દોડાદોડી અને પકડાપકડીની રમતમાં,
વર્તુળ ભૂંસાતું જાય છે.
મધ્યબિંદુ અદ્રષ્ય થતું જાય છે,
ફરીથી બીજા વર્તુળની શોધમાં.

અલકા શાહ
(  ઉદ્દેશ –  નવેમ્બર – 2000 )

માનવ જીવનની નિયતિ છે; વલયો, વર્તુળો જ વર્તુળો. – એક શમે ત્યાં બીજું સર્જાય.
આ ભાવ આ કવિતામાં ઉજાગર થયો છે.

4 Comments »

  1. Frequent reader said,

    January 25, 2007 @ 9:27 AM

    ેVery true!

    In most cases, “Hun” is the Center, “Mara” belong to the circle and the attachment between Hun and Mara at any given time determines the distance of center and circle.

  2. UrmiSaagar said,

    January 25, 2007 @ 10:44 AM

    દાદા, આ ‘વર્તુળ’ તમે એટલું સુંદર દોર્યું કે થોડીવાર એની અંદર જ ગોળ ગોળ ઘુમ્યા કરાયું!!

  3. ધવલ said,

    January 26, 2007 @ 12:34 AM

    મઝાની વાત… માયાના વર્તુળો અને વર્તુળોની માયા !

  4. જીતેન્દ્ર પટેલ said,

    May 15, 2009 @ 1:06 PM

    સાચેજ જીવન એક વર્તુળ છે. માયા એ વર્તુળ દોરતું પરિકર છે.માયા નામનું પરિકર જીવનભર તૂટ્તુ નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment