ગઝલ – રઈશ મનીઆર
કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ
જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ
પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ
બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ
હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ ?
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ
– રઈશ મનીઆર
સીધી ને સરળ હૃદયસ્પર્શી ગઝલ….’પરપોટા જેવી….’-શેર સૌથી ચોટદાર લાગ્યો. અંગત રીતે મને ચોથો શેર બહુ મજબૂત ન લાગ્યો. એ સિવાય તમામ શેર ધ્યાનાકર્ષક છે.
ડૉ.મહેશ રાવલ said,
February 26, 2011 @ 1:07 PM
શ્રી રઈશભાઈની સરસ ગઝલ.
તીર્થેશભાઈ સાથે મને પણ સંમત થવું ગમશે.
MAHESHCHANDRA NAIK said,
February 26, 2011 @ 1:36 PM
શ્રી રઈશભાઈને અભિનદન,
પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઇએ,
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો, તો થયું
બસ, જિંદગી તો પ્રેમસભર હોવી જોઇએ
સહજ રીતે આ બ્ંને શેર દ્વારા કવિશ્રીએ ઘણુ કહી દીધુ છે…………………..
ડો. તીર્થેશ્ભાઈ આપનો આભાર………….
dHRUTI MODI said,
February 26, 2011 @ 2:39 PM
નખશીખ સુંદર ગઝલ.
ધવલ said,
February 26, 2011 @ 3:05 PM
સરસ !
pragnaju said,
February 26, 2011 @ 5:20 PM
સુંદર ગઝલ
આ શેર વધુ ગમ્યો
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ
satish joshi said,
February 26, 2011 @ 8:43 PM
રઈશ ની ગઝલ ની પુસ્તક બહરો વિશે જોઈ ત્યાર થી તેમ્ને સમ્પર્ક કરવા મથ્યો. પ્લીઝ હવે થશેcontact?
I called up his Surat phone number. I was then at Vadodara and often travelled to Surat.
Now at Bombay. Can I contact him through you?
Satish Joshi
M A, Sahitya Ratna,
વિહંગ વ્યાસ said,
February 26, 2011 @ 9:31 PM
સુંદર ગઝલ.
સુનીલ શાહ said,
February 26, 2011 @ 10:45 PM
સુંદર ગઝલ..
Rahul Shah (SURAT) said,
February 26, 2011 @ 11:48 PM
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
અભિનદન, સહજ, સુંદર, સરસ
ઉલ્લાસ ઓઝા said,
February 27, 2011 @ 1:51 AM
રઈશભાઈની સુંદર હૃદયસ્પર્શી રચના.
Gaurav Pandya said,
February 27, 2011 @ 2:09 AM
ગ્રેટ ગઝલ ..
અમર પન હોવી જોઇએ …
ashok pandya said,
February 27, 2011 @ 9:30 PM
કોઇ પણ ગઝલ કે ગીત ને તેની સમગ્રતા માં માણવાની મજા..ટુકડા કરી વાત વ્હેતી ન કરવી એમાં જ આપણી સાર્થકતા…..આખી રચના સરસ..
jatin sanghani said,
February 28, 2011 @ 6:41 AM
@ satish joshi
raishji available on face book you can contect him on FB
જયેન્દ્ર ઠાકર said,
February 28, 2011 @ 8:28 AM
હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ ?
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
વાહ! ઘણું સુન્દર. વિરોધાભાસથી ગઝલનો મહિમા વધુ દિપે છે. Look forward to see you in May!
વિવેક said,
February 28, 2011 @ 8:31 AM
આપ રઈશભાઈને amiraeesh@yahoo.co.in પર પણ મળી શક્શો…
jigar joshi 'prem' said,
February 28, 2011 @ 8:51 AM
સરસ
preetam lakhlani said,
March 2, 2011 @ 2:44 PM
’પરપોટા જેવી ગઝલ……
rakesh said,
March 4, 2011 @ 11:02 AM
’
પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ…
હંગામી છે નિવાસ છતાં …
વારમ વાર વાચવાનુ ગમે તેઈ રચના
મજા થઈ…
veenaben chauhan said,
February 28, 2012 @ 7:37 AM
VAAT NU VATESAR E SANDESH NI SARVOTTAM HASYA COLUMAN CHHE. JE AMNE AANAND THI TARBATAR KARI DE CHHE. AA RITE HAMESHA AAPSHREE MANORANJAN PIRASTA RAHO EVI SHUBHECHHA