આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.
વિવેક મનહર ટેલર

આવજે મિત્ર – સરજી એસિનિન

આવજે મિત્ર, ચાલો છૂટા પડીએ
ફરી ન મળીએ ત્યાં સુધી
મારા હ્રદયમાં તું વસ્યો છે;
દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
સામે પારના આપણાં પુનર્મિલનની
આગાહી આપે છે.
હવે વાત નહિ, હસ્તધૂનન નહિ
ફરી ન મળીએ ત્યાં સુધી.
શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.
જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !

– સરજી એસિનિન

[ નોંધ : લેનિનગ્રાદની એક હોટેલમાં આત્મહત્યા કરતાં પહેલાં લોહીથી લખાયેલું કાવ્ય]

અનેક ભાવસ્પંદનો પેદા કરે છે આ કાવ્ય. કવિનો આત્મા પોતાના શરીરને ઉદ્દેશીને સમગ્ર વાત કરે છે ? કે પછી કવિ કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને આ સંદેશ છોડી જાય છે ?- …..જે કંઈ પણ હોય-કાવ્યમાં મૂળભૂત રીતે એક પરિપક્વતાનો-એક અમર આશાનો સૂર છે,અને છેલ્લા વાક્યમાં જે એક આઘાત છે તે ખરું કવિકર્મ છે-ખરો સંદેશ છે. why to live ? for what to live ?-આ પ્રશ્નો ઘણા exsistentialist વિચારકો દ્વારા ચર્ચાયા છે,પરંતુ અહીં જુદી વાત છે – જીવવામાં મરવા કરતાં ક્યાં કશી ખાસ વધારે નવાઈ છે ? – જીવન-મૃત્યુના દ્વન્દ્વને અતિક્રમીને વિચારવાની વાત છે. [ અહી ‘નવાઈ’ માટે મૂળ કયો રશિયન શબ્દ પ્રયોજાયો હશે અને તેનું શાબ્દિક ભાષાંતર નહિ પણ ભાવનાત્મક ભાષાંતર શું હશે તે જાણવું મહત્વનું છે.] વળી આ કોઈ ઠાલી શબ્દોની રમત નથી-આત્મહત્યા પૂર્વેનું લોહીથી લખાયેલું નિવેદન છે. એક તીવ્ર વિચારવમળ પ્રારંભી જતું કાવ્ય…..

5 Comments »

  1. સુનીલ શાહ said,

    February 20, 2011 @ 4:47 AM

    નકરી વેદના, નિરાશા, વાસ્તવિકતા અભિવ્યક્ત થઈ છે આ કાવ્યમાં. કોઈ સાઈક્યાટ્રિસ્ટ કદાચ આ મનોભાવને અલગ રીતે મૂલવે.

  2. pragnaju said,

    February 20, 2011 @ 7:56 AM

    માણસના જીવનમા વિશાલ ખાલીપો હ્રુદયમા ફેલાતો જાય તો શું કરે? માનસશાસ્ત્રીઓ તેનો ઈલાજ કરી મગજના રસાયણોમા ફેરફાર કરી આત્મહત્યાનો વિચાર નાબૂદ કરી શકે પણ મૂળ વેદનાનું શું?
    આપઘાતને બદલે આ યુથેનેશિયાનો પ્રયત્ન છે.
    દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
    સામે પારના આપણાં પુનર્મિલનની
    આગાહી આપે છે.
    આમા મૃત્યુ સુધી કષ્ટમુક્ત ભરપુર જીવન જીવવાની વાત છે.આ સુઈસાઈડ નૉટ જ નથી પણ એક ચિંતનપૂર્વક વિચારાયલું પગલું છે;તેને સંથારા કહી શકાય કે કેમ એ જુદો વિચાર છે.
    જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
    ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !
    આ ગૂઢ ચિંતન છે.
    અહીં અમૅરિકામા હૉસપીસ સારવાર આપવામા આવે છે .થૉડા વખતપૂર્વે અમારા વડિલને તે સારવાર પહેલા આ અંગે ખૂબ વિચારણાબાદ નિર્ણય લેવાયો હતો.અને મૃત્યુ મંગલમય બન્યું હતું.
    શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.

  3. ashok pandya said,

    February 20, 2011 @ 11:05 PM

    આત્મહત્યા પણ આવી મહાન હોઈ શકે તે વ્યક્ત કરતું અદભુત સર્જન! વિયોગની ઘડી ની વાત કોઇ પણ ફીલોસોફીને ઝાંખી પાડે..આને DEATH POEM નું લેબલ લગાવવાની ભુલ ના થાય તેમાં મજા..

  4. sapana said,

    February 21, 2011 @ 2:10 AM

    વિવેકભાઈ,

    દર્દથી ભરપૂર કાવ્ય…
    સપના

  5. P Shah said,

    February 21, 2011 @ 10:18 PM

    સામે પારના આપણાં પુનર્મિલનની
    આગાહી આપે છે…..

    જીવતા રહી વિયોગની પળો ગણવી એના કરતા,
    દેહવિલય કરી મૃત્યુ પર્યઁતના બે આત્માના મિલનનો
    આનંદ માણીએ. એક ચિન્તનાત્મક વિચાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment