હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
દેવાંગ નાયક

(લાગણીના ફૂલ ખીલે છે મને) – ભરત ભટ્ટ ‘તરલ’

સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો જ પીડે છે મને.

બેસવા જાઉં ને બટકી જાઉં છું,
તર્ક કેવી ડાળ ચીંધે છે મને.

હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
કોઈ અનપઢ જેમ શિખે છે મને.

સોય ભોંકાતી રહી મારી ભીતર,
વસ્ત્ર માફક કોઈ સીવે છે મને.

હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
લાગણીના ફૂલ ખીલે છે મને.

– ભરત ભટ્ટ ‘તરલ’

માંહ્યલાની અલગ અલગ છબીઓ સમાન બધા જ શેરો આમ તો મસ્ત થયા છે… પરંતુ બીજો અને ચોથો શેર જરા વધુ અંતરંગી  લાગ્યા.

6 Comments »

  1. pragnaju said,

    February 11, 2011 @ 1:13 AM

    હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
    લાગણીના ફૂલ ખીલે છે મને.
    મઝાની અભિવ્યક્તી

  2. PRADIP SHETH . BHAVNAGAR said,

    February 11, 2011 @ 1:15 AM

    સુંદર રચના

  3. વિવેક said,

    February 11, 2011 @ 1:27 AM

    અદભુત ગઝલ.,… બધા જ શેર ઉત્તમ થયા છે…

  4. Rahul Shah (SURAT) said,

    February 11, 2011 @ 1:59 AM

    અદભુત સુંદર

    હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
    કોઈ અનપઢ જેમ શિખે છે મને.

  5. sudhir patel said,

    February 11, 2011 @ 2:41 PM

    વાહ! ટાણાના કવિ-મિત્ર ભરત ભટ્ટ ‘તરલ’ની ખૂબ સુંદર ગઝલ!!
    સુધીર પટેલ.

  6. jigar joshi 'prem' said,

    February 12, 2011 @ 12:27 AM

    હ્રદય સ્પર્શી રચના થઈ છે…. કવિને અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment