કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

મુક્તક – રમેશ પારેખ

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે,
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે;
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં,
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે.

– રમેશ પારેખ

8 Comments »

  1. pragnaju said,

    February 10, 2011 @ 2:01 AM

    સુંદર મુક્તક
    તેમના જ મુક્તકની યાદ અપાવે
    ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
    દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
    બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
    બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

  2. વિવેક said,

    February 10, 2011 @ 2:06 AM

    મજાની ફાંસ….

  3. ખજિત said,

    February 10, 2011 @ 7:05 AM

    સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે. . .

    મજાનું મુક્તક. . . . .

  4. P Shah said,

    February 10, 2011 @ 9:54 AM

    સરસ મુક્તક !

  5. Kirftikant Purohit said,

    February 10, 2011 @ 10:41 AM

    સરસ વસ્ઁતનાઁ વધામણાઁ

  6. dHRUTI MODI said,

    February 10, 2011 @ 4:37 PM

    ચાર પંક્તિના મુક્તકમાં કેટલી બધી વાત કવિઍ કહી દીધી છે અને અંતે ફાંસ શબ્દ દ્વારા કવિઍ પોતાની નીજી લાગણીને અદ્ભુત વાચા આપી છે.

  7. sapana said,

    February 11, 2011 @ 1:44 AM

    આહ!!!!

  8. Pancham Shukla said,

    February 11, 2011 @ 5:31 AM

    સુંદર અને નેચરલ. કવિએ લગા અને ગાલ ના આવર્તનો મુલાયમ મોકળાશ અને સજ્જતાથી વાપરી ઊર્મિના કુદરતી ચલનને સૌંદર્ય બક્ષ્યું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment