એક પળમાં – નંદિતા ઠાકોર
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?
સાંજ મને સોનેરી જોઈતી નથી કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા.
અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,
બોલ, આપી શકીશ એવું કંઈ ?
મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.
ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ એવું આંખોમાં જોતી હું રહી,
બોલ, આપી શકીશ એવું કંઈ ?
– નંદિતા ઠાકોર
કિરણસિંહ ચૌહાણ said,
February 3, 2011 @ 11:50 PM
બહુ જ, બહુ જ, બહુ જ સુંદર અને મીઠું ગીત. સ્થૂળ માંગણીઓનો છેદ આટલો સહજ રીતે ઉડાવી શકાય! પેટ ભરવા માટે તો ઘણું મળી રહેશે પણ મન ભરવા માટે તો આ બધું જ જોઇએ.
Kiran Panchal said,
February 4, 2011 @ 12:04 AM
Really amazing……no words for u mam……really nice…….
pragnaju said,
February 4, 2011 @ 12:39 AM
મધુરું ગીત
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?
બ હુ ઊં ચી વા ત !
કે પછી આ મન મનાવાની વાત! જેની સાથે અસ્તિત્વ જોડાયેલું હોય.. એની માયા છૂટી જાય… તો તો પછી આપણે કંઇક અંશે અધૂરા ના થઇ જઇએ ?
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
યાદ આવે
આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.
બહુ ઊંચી વાત !
Jayshree said,
February 4, 2011 @ 1:43 AM
ક્યા બાત હૈ…. ખૂબ મઝાનું ગીત….!!
Rahul Shah (SURAT) said,
February 4, 2011 @ 1:49 AM
મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
બહુ જ સુંદર, બહુ ઊંચી વાત !
Touching……………..
Congratulation
Kirtikant Purohit said,
February 4, 2011 @ 2:04 AM
સરસ ગીતનો સુઁદર ભાવ્.
મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.
Yogen Bhatt said,
February 4, 2011 @ 3:30 AM
વાહ નન્દિતા,
મઝા આવિ ગઇ…..એમ કેવા નુ મન થાય કે માગ માગ્,માગે તે આપુ……
yogesh Pandya said,
February 4, 2011 @ 4:08 AM
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.
ક્યા બાત હે …. Really superb
ઉલ્લાસ ઓઝા said,
February 4, 2011 @ 4:59 AM
બહુ સુંદર ગીત !
PRADIP SHETH . BHAVNAGAR said,
February 4, 2011 @ 6:08 AM
શબ્દની સુંદરતા અને ભાવની સુંદર રજુઆત.. ખૂબ..ખૂબ અભિનંદન.. સરસ ગીત્…
sonali said,
February 4, 2011 @ 7:12 AM
touchy
dHRUTI MODI said,
February 4, 2011 @ 4:25 PM
ખૂબ ગમ્યું ગીત.
urvashi parekh said,
February 4, 2011 @ 8:34 PM
સરસ ગીત.
મારામા ઉગેલુ મારાપણુ હવે તારા માં રોપી,
અને લેવા કરતા દેવુ સારુ લાગે વાળી વાત બહુ ગમી.
અભીનન્દન નન્દીતાબેન.
Mehul said,
February 5, 2011 @ 4:05 AM
ખુબ સરસ ગીત છે.
tirthesh said,
February 5, 2011 @ 9:00 AM
વાહ !
Ashwin Bhatt said,
February 6, 2011 @ 7:12 AM
It’s a fantastic ordineriness of relationship expressed.. SIMPLE but infactuous creation. Please keep it up and get going..
Thanks..
Ashwin Bhatt
MAYAANK TRIVEDI SURAT said,
February 6, 2011 @ 12:32 PM
મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી
વાહ સરસ ગીત
માંગણીઓનો છેદ સહજ રીતે ઉડાવી શકાય બોલ, આપી શકીશ એવું કંઈ ?
JUST FANTASTIC
Lata Hirani said,
February 6, 2011 @ 12:41 PM
એક એક શબ્દ, આખેઆખુ અન્દર પરોવાઇ ગયુ…
P Shah said,
February 9, 2011 @ 3:16 AM
ખોલી દે બાંધી આ મુઠ્ઠી….
સુંદર મધમીઠું ગીત !
ખાસ અભિનંદન !
Pancham Shukla said,
February 11, 2011 @ 5:36 AM
મનભાવન અને મીઠું ગીત.
Sandhya Bhatt said,
February 11, 2011 @ 12:56 PM
એકદમ સહજ…..અત્યંત સુંદર….કોઇ સ્વરકારને સૂરોમાં પરોવવાનું મન થાય તેવું….