અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

મુક્તક – ધૂની માંડલિયા

પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું,
પ્રેમપત્રો આખરે તો અક્ષરોનું છળ હતું.
માસ બારે માસ આંખે આમ ચોમાસું રહ્યું,
આયખાભર એ જ તારી યાદનું વાદળ હતું.

– ધૂની માંડલિયા

5 Comments »

  1. pragnaju said,

    February 3, 2011 @ 12:58 AM

    પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું,
    પ્રેમપત્રો આખરે તો અક્ષરોનું છળ હતું

    સરસ
    मोहोब्बत ही ना जो समझे
    वो जालिम प्यार क्या जाने

  2. વિહંગ વ્યાસ said,

    February 3, 2011 @ 1:45 AM

    સુંદર મુક્તક. આ જ કવિનો મુક્તક જેવો શેર છે કે “માછલી સાથેજ દરિયો નીકળ્યો. લ્યો, ઋણાનુબંધ પાછો નીકળ્યો.”

  3. ઉલ્લાસ ઓઝા said,

    February 3, 2011 @ 8:03 AM

    સુંદર મુક્તક.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    February 3, 2011 @ 10:31 AM

    મુક્તક છે આ બહુ મોંઘુ.

  5. devika dhruva said,

    February 4, 2011 @ 12:56 PM

    દિલ હલબલાવી નાંખે તેવું સુંદર મુક્તક..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment