ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
શેખાદમ આબુવાલા

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
એ તો એક માત્ર પુત્રનું મરણ:
માતા કદી ચેનથી શું સૂએ ?

પ્રેમ
એ તો મધમાખી કેરા વિષડંખ:
લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
એ તો હૃદયે હુલાવેલી કટાર:
પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી
(અનુ. હરીન્દ્ર દવે)

પ્રેમની વ્યાખ્યા, એક વધારે વાર. કવિએ પ્રેમની કસકને ચાખી શકાય એટલી ધારદાર રીતે મૂકી આપી છે.

4 Comments »

  1. વિવેક said,

    January 26, 2011 @ 12:11 AM

    પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.

    એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?

  2. dHRUTI MODI said,

    January 26, 2011 @ 4:07 PM

    સુંદર સૂફી કવિતા.દુનિયા પ્રેમના તાંતણે બંધાયેલી છે, અને ઍ પ્રેમ જુદા જુદા સ્વરુપે અલગ અલગ અનુભવ આપે છે.પણ પ્રેમની પીડા સમાન છે.

  3. pragnaju said,

    January 26, 2011 @ 5:34 PM

    ખૂબ સુંદર
    પ્રેમ અનુભૂતિ છે તેની પૂર્ણ અભિવ્યક્તી કેવી રીતે થાય ?
    યાદ આવે એકવાર મજરુહ સુલતાનપૂરી આ નવો જ શેર સંભળાવતા હતા.
    शोखियों में घोला जाये, फूलों का शबाब
    उसमें फिर मिलायी जाये, थोड़ी सी शराब
    होगा यूं नशा जो तैयार
    हाँ…
    होगा यूं नशा जो तैयार,होगा यूं नशा जो तैयार,होगा यूं नशा जो तैयार,
    અને થોડું અટક્યા તો કદરદાન શ્રોતાઓ એક સાથે બોલી ઊઠ્યા
    वो प्यार है
    ..ત્યાર બાદ તો આખું ગીત સીનેમામા આવ્યું
    हंसता हुआ बचपन वो, बहका हुआ मौसम है
    छेड़ो तो इक शोला है, छूलो तो बस शबनम है
    गाओं में, मेले में, राह में, अकेले में
    आता जो याद बार बार वो, प्यार है .
    रंग में पिघले सोना, अंग से यूं रस झलके
    जैसे बजे धुन कोई, रात में हल्के हल्के
    धूप में, छाओं में, झूमती हवाओं में
    हर दम करे जो इन्तज़ार वो, प्यार है
    याद अगर वो आये, कैसे कटे तनहाई
    सूने शहर में जैसे, बजने लगे शहनाई
    आना हो, जाना हो, कैसा भी ज़माना हो
    उतरे कभी ना जो खुमार वो, प्यार है
    शोखियों में घोला जाये, फूलों का शबाब

  4. pushpakant talati said,

    January 27, 2011 @ 6:37 AM

    ખુબ સરસ , વાહ !!! !! !

    પ્રેમ એટલે ;-
    (૧) એકના એક પુત્રના મરણ સબબ એક માતાની પીડા
    (૨) ઝેરી મધુ-મક્ષીકા નાં ડંખ પીડા
    (૩) હ્રદયની આર-પાર થયેલી કટાર ની પીડા
    પ્રેમ એટલે ફક્ત પીડા – દર્દ – અને તડપન જ ? ?? ! !!
    અહો આશ્ચર્યમ ! !! !!!

    pragnaju ,

    Thanks for the lovely Film Song – (perhaps it is picturised on DevAnand) The film’s name is not known but it might be “GAMBLER” or “PREM PUJARI” .
    મજા આવી ગઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment