ઑફિસ મૈત્રી – ગેવિન એવર્ટ (અનુ. સુજાતા ગાંધી)
ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફીરોજ ઊંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઇશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત
હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.
(અનુ. સુજાતા ગાંધી)
આપણે બધા જ બે દુનિયામાં જીવીએ છીએ, એક આપણી આસપાસની અને બીજી આપણી અંદરની. આપણી આસપાસની દુનિયા બહુધા એકવિધ થઈને રહી જતી હોય છે. सुबह होती है, शाम होती है, जिन्दगी यूँ तमाम होती है | પણ આ એકવિધ થઈ જતી જિંદગીમાં આપણને આપણી ભીતરની કાલ્પનિક દુનિયા જ કદાચ સતત જીવંત રાખે છે. આ કાલ્પનિક વિશ્વ પ્રસ્તુત કાવ્ય મુજબ કામાવલંબિત પણ હોઈ શકે કે અન્ય કંઈ પણ હોઈ શકે પરંતુ એ આપણા શ્વાસમાં જિંદગી રેડતું રહે છે…
કવિના સ્વમુખે આ કાવ્યપઠન આપ અહીં માણી શકો છો.
***
Office Friendships
Eve is madly in love with Hugh
And Hugh is keen on Jim.
Charles is in love with very few
And few are in love with him.
Myra sits typing notes of love
With romantic pianist’s fingers.
Dick turns his eyes to the heavens above
Where Fran’s divine perfume lingers.
Nicky is rolling eyes and tits
And flaunting her wiggly walk
Everybody is thrilled to bits
By Clive’s suggestive talk.
Sex suppressed will go berserk,
But it keeps us all alive.
It’s a wonderful change from wives and work.
And it ends at half past five.
– Gavin Ewart
preetam lakhlani said,
January 21, 2011 @ 1:22 AM
મજા આવી ગઈ……..બહુ જ્ સારી કવિતા !!!!ગુજરાતીમા આવી કવિતા ભાગ્યે જ જો ઓવા મલે…..
Tushar Barot said,
January 21, 2011 @ 1:52 AM
Very pathetic translation.
alpesh said,
January 21, 2011 @ 3:25 AM
bahuj saras kavita ce.
sir mare biji ek kavita joiye siye pan mane tunu naam nathi avadtu matra ek pankti j avde ce pls mane te mali jay to tamaro khub khub abar sir
“mare to postment no thelo thavu ce”
“tema ave mela ane gela “
અનામી said,
January 21, 2011 @ 6:47 AM
માફ કરજો…આ કદાચ હકિકત હોય પણ ખરી પણ નર્યો બકવાસ વિચાર છે..
pragnaju said,
January 21, 2011 @ 12:07 PM
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત
હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.
ભારતમા પણ મોટા શહેરોમાં રહીને મલ્ટિનેશનલ કંપનીઓમાં તગડી કમાણી કરતા આજના યુવાવર્ગને, તેમાંય ખાસ કરીને યુવતીઓને મારી એટલી જ વિનંતી છે કે તેઓ પોતાના જીવન મૂલ્યોને સાચવીને પોતના ક્ષેત્રમાં પ્રગતિ કરે કારણ કે આખરે શીલ નામની પણ કોઈ વસ્તુ આ જગતમાં છે. સહજીવન તો સબંધોના તાણાવાણાથી જ શોભે. :
સહજીવનમાં સાથે રહેવાની ઈચ્છા છે
સંગતિમાં જીવનનો આનંદ ને સુગંધ છે
બાગમાં દરેક ફૂલની ખુશબો હોય છે
તેમ દરેક વ્યક્તિનીયે સૌરભ હોય છે
સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે
પુરુષનાયે સાંનિધ્યમાં વિશેષ સૌરભ છે
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે
સહજીવનની પ્રેરણા નૈસર્ગિક છે
પણ સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતિક છે
જેઓ એકમેકના જીવનને સંપન્ન કરે છે
સુરભિત કરે છે, એમનું સહજીવન
ચરિતાર્થ થાય છે, આનંદમય થાય છે…..
ચિંતન દવે said,
January 22, 2011 @ 1:10 PM
ખુબ જ સરસ છે…
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
શું વાત કહી છે..!! આ હિંમત ભાગ્યે જ ગુજરાતી કવીઓમા જોવા મળે… (કદાચ ચુસ્ત લોકો મારાથી સમ્મત નહી હોય)
preetam lakhlani said,
January 23, 2011 @ 1:08 AM
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
‘શૂન્ય’ પાલનપૂરી
Bharat Trivedi said,
January 23, 2011 @ 8:11 PM
Here is one of my poem in English. This was written years back but it has something common with this the poem so just for sharring.
AT THE MOMENT
I am in love
with her, but
she is in love
with someone else.
That someone is still
in love with someone else.
When this someone else
brakes up
with that someone else, and
when she brakes up
with her someone else
I will be in business, but
let’s face it-
At the moment
my love poem
is stuck in a traffic jam.
Bharat Trivedi
tirthesh said,
January 23, 2011 @ 11:46 PM
ભાષાંતર નિષ્ઠાપૂર્વકનું નથી જ નથી. આ વિદેશની સંસ્કૃતિમાં સહજ રીતે ચર્ચાતી વાતોનું કાવ્ય છે. જો તેમાંના અમુક expressions સામે સુગ હોય તો બહેતર છે કે આ કાવ્યનું ભાષાંતર ન કરવું. આવું half hearted ભાષાંતર કાવ્યના આત્માને મારી નાંખે છે.
Pushpakant Talati said,
January 24, 2011 @ 7:50 AM
નવી પ્રકારની રચના થી આનંદ થયો અને SELECTION માટે કોઈ પણ સંવેદનશીલ ને વિચાર કરતા કરી મુકે તેવો વિષય પસંદ કરાયો છે. – છતાં કરેલા પ્રયાસને તો બિરદાવવો ઘટે ! !!
વળી pragnaju ની COMENTS બદલ અભિનન્દન . તેઓએ ખરેખર યુવતીઓને સરસ અને જરુરી વિનંતી કરી છે – જો કે હું તેને “વિનંતી’ નહીં પણ “સાચી અને અગત્યની દિવાદાન્ડી / અને સુચન” ગણવાનું કહીશ. આજના યુગમાં પોતાના જીવન મૂલ્યોને સાચવીને પોતના ક્ષેત્રમાં પ્રગતિ કરે તે જ સ્ત્રી તેમજ પુરુષો, બન્ને માટે યોગ્ય જ છે. – ” કારણ કે આખરે શીલ નામની પણ કોઈ વસ્તુ આ જગતમાં છે.”