બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર?
એક ફળ ક્યારેક તો આવે આ ભૂખી ડાળ પર!
- વિવેક મનહર ટેલર

હવા ચાલી – કુલદીપ કારિયા

ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી,
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી.

મને પૂછો કે વૃક્ષો પર હતાં એ પાંદડાં ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી.

હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની,
નદી પર્વતથી ઊતરી તોય સાગર પામવા ચાલી.

હતા નહિ રાગ ને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય,
છતાં શેનું હતું આ દર્દ ને શેની દવા ચાલી ?

સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરી લો,
ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી.

– કુલદીપ કારિયા

એક મહેકનુમા ગઝલ… પરંપરાની ખુશબૂ આધુનિક્તાની હવાની પાલખી પર બેસીને આપણી રુહને તરબતર કરે છે…

10 Comments »

  1. jigar joshi 'prem' said,

    January 15, 2011 @ 4:34 AM

    અંતિમ શેર વધુ ગમ્યો….વાહ કવિ…અભિનઁદન

  2. ધવલ said,

    January 15, 2011 @ 10:17 PM

    સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરી લો,
    ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી.

    – સરસ !

  3. pragnaju said,

    January 16, 2011 @ 9:15 AM

    હતા નહિ રાગ ને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય,
    છતાં શેનું હતું આ દર્દ ને શેની દવા ચાલી ?
    વાહ્
    વસ્તુનો રાગ આપોઆપ દૂર થાય છે, ને એકાગ્રતા સહજ થાય છે. એકાગ્રતાનું આ જ રહસ્ય છે. પરમાત્મામાં રાગ થાય ને પરમાત્મા જ સુખદાયક ને મેળવવા જેવા છે એમ સમજાય, તો બીજા પદાર્થોનો રાગ દૂર થઈ જાય, ને પરમાત્માના સ્મરણ, મનન ને ધ્યાનમાં મન એકાગ્ર બની જાય.વૈરાગ્ય ઢાલ છે ને અભ્યાસ તલવાર છે. અથવા કહો કે વૈરાગ્ય ધનુષ્ય છે ને અભ્યાસ તલવાર છે અથવા જરા જુદા શબ્દોમાં કહો કે અભ્યાસ ને વૈરાગ્યની બે પાંખ છે, તેમનો આધાર લઈને સાધકે સલામત થવાનું છે ને ઉન્નતિના આકાશમાં ઉડવાનું છે. સંસારના બધા પદાર્થોમાંથી રાગને કાઢી નાખો ને તેને પ્રભુમાં જોડી દો. આ બે કામ કરો એટલે વૈરાગ્યની સાધના પૂરી થઈ એમ કહી શકાશે.

  4. sudhir patel said,

    January 17, 2011 @ 2:17 PM

    સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  5. deepak said,

    January 17, 2011 @ 10:22 PM

    મને પૂછો કે વૃક્ષો પર હતાં એ પાંદડાં ક્યાં છે ?
    સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી.

    હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની,
    નદી પર્વતથી ઊતરી તોય સાગર પામવા ચાલી.

    સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરી લો,
    ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી.

    ખુબજ સરસ ગઝલ…

  6. itsjiny said,

    January 18, 2011 @ 12:55 AM

    Amazing !! Very Beautifully written… i will look forward for your next postings…

  7. kuldeep karia said,

    January 20, 2011 @ 11:31 AM

    બધા મિત્રોનો ખુબ ખુબ આભાર….

  8. suresh gavaniya said,

    January 22, 2011 @ 2:21 AM

    હતા નહિ રાગ ને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય,
    છતાં શેનું હતું આ દર્દ ને શેની દવા ચાલી ?
    saro sher 6e kavi…

  9. chandresh mehta said,

    January 24, 2011 @ 9:31 AM

    આ અતિ સુન્દર રચના . અભિનન્દન

  10. kinjal joshi said,

    March 1, 2014 @ 4:37 AM

    really beautiful……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment