એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

મારામાં – દિલીપ વ્યાસ

તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !

કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં

જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.

સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં !

પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં !

– દિલીપ વ્યાસ

આજે એક શબ્દના ફકીરની અલગારી ગઝલ માણો !

10 Comments »

  1. sudhir patel said,

    November 30, 2010 @ 10:31 PM

    વાહ, સરસ અલગારી ગઝલ!
    સુધીર પટેલ.

  2. pragnaju said,

    November 30, 2010 @ 10:47 PM

    કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
    હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં
    સરસ
    લાગણી જોડે પેલો અસલનો આતશ વળી ઠરી ન જાય!
    જે પ્રકાશ જડયો છે અને સંપૂર્ણ કાંતિના એલાન સાથે જે આતશ અને અલખ જગવ્યો છે તે માત્ર નાગનાથને સ્થાને સાપનાથને કે સાપનાથને સ્થાને નાગનાથને બેસાડવા માટે તો હોઈ શકે નહીં
    જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
    થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.
    સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
    ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં !
    નવા સમાજનું સપનું આ તો છે. સૂંડલામોઢે સેઝનો ફાલ ઊતરી રહ્યાના તાનમાં ગુલતાન ગુજરાતે પણ આજે નહીં તો કાલે આ સમજવું રહેશે. પ્રગતિનાં ઝાંઝવાથી ને મિથ્યા આત્મસંતુષ્ટિથી હટીને વિચારવાનો, ‘સંપૂર્ણ ક્રાંતિ’ના ધ્રુવતારક સામે નજર ખોડી લંગર છોડવાનો સાદ કોઈને સંભળાય છે? બાકી તો આખી રાત હલેસાં મારશો અને સવારે ખુદને ઠેરના ઠેર ભાળશો!

  3. PRADIP SHETH . BHAVNAGAR said,

    December 1, 2010 @ 3:11 AM

    સુંદર ભગવી રચના….

  4. deepak trivedi said,

    December 1, 2010 @ 7:23 AM

    કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
    હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં

    સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
    ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં
    very good…..like

  5. Rutul said,

    December 1, 2010 @ 8:18 AM

    બહુ સરસ ગઝલ. અલખ-અલગારી રૂપકોનો ઉપયોગ કરીને પણ ગઝલને ‘ધરમ-બદ્ધ’ થવા નથી દીધી. અલગ જ ફિલસૂફીની વાત છે, અલગ જ સુફી વાત છે.

  6. Pancham Shukla said,

    December 1, 2010 @ 10:11 AM

    આ સરસ ગઝલ અને અલગારીપણાના વાઈબ્રેશન્સમાં ……..આદિલ સાહેબની ‘નદીની રેતમાં રમતું નગર’ ગઝલ અચાનક સ્મૃતિપટ પર ઊપસી આવી.

    * પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,

  7. ડૉ.મહેશ રાવલ said,

    December 1, 2010 @ 12:58 PM

    છેક ઊંડેથી આવેલી ભીતરની વાત બહુ અસરકારક રીતે વણાઈ છે ગઝલમાં……-સરસ ગઝલ.
    કવિશ્રીને હાર્દિક અભિનંદન.

  8. dHRUTI MODI said,

    December 1, 2010 @ 4:10 PM

    સુંદર અલગારીપણાની ગઝલ. જયારે પોતાની અંદર પોતે જ જાગી જાય પછી દુનિયાની શી ફીકર.

  9. Pinki said,

    December 2, 2010 @ 6:31 AM

    વાહ્..
    ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !

  10. Deval said,

    December 3, 2010 @ 12:20 AM

    ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !
    maja padi…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment