પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા
ભરત વિંઝુડા

તો ? – ચિનુ મોદી

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

– ચિનુ મોદી “ઇર્શાદ”

3 Comments »

  1. vihang vyas said,

    November 6, 2006 @ 3:44 AM

    ક્યાં બાત હૈ ! બહુત ખુબ….
    તુટશે પે…લો ઋણાનુબંધ તો….

    મજા પડી ગઈ ભાઈ…
    સાથે ચિનુ ભાઈનાં અન્ય બે શેર…

    કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
    એય ઈચ્છા છે હવે એ પણ ન હો
    કોઈનામાં પણ મને શ્રધ્ધા નથી,
    કોઈની શ્રધ્ધાનું હું કારણ ન હો

  2. Jayshree said,

    November 6, 2006 @ 3:02 PM

    I agree… Maza padi jaay evi gazal chhe..!!

  3. nirlep - qatar said,

    July 5, 2012 @ 2:25 AM

    હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
    કોક દરવાજો કરી દે બંધ તો ?…aww…..wht a line – loved it much

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment