ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
મનોજ ખંડેરિયા

હાઈકુ -સુનીલ શાહ

કાલચક્રનું
શોધું છું રહસ્ય હું,
ક્ષણો તોડીને…

-સુનીલ શાહ

13 Comments »

  1. Kirtikant Purohit said,

    September 16, 2010 @ 3:32 PM

    ઉઘડતો શેર અને પછીનુ હાઇકુ બન્ને ઉર્મિસભર છે.

  2. Ramesh Patel said,

    September 16, 2010 @ 3:42 PM

    આ મીઠડા ભાવથી ભરેલું ભજન હ્ર્દયને છલકાવી દે છે.ખૂબ જ ગમ્યું.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ઓ દિલ મારા…રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  3. Ramesh Patel said,

    September 16, 2010 @ 3:46 PM

    દિલગિરી બીજી પોષ્ટનો પ્રતિભાવ સબમીટ થઈ ગયો ઉપર.
    ……………..
    એટમ બોમ્બની એનરજી રીલીઝ થાય એવી વાત આપના હાઈકુંમાં

    આકાશદીપ

  4. ડૉ.મહેશ રાવલ said,

    September 16, 2010 @ 6:18 PM

    સરસ વાત અને ગહન પણ ખરી….

  5. sudhir patel said,

    September 16, 2010 @ 7:16 PM

    મર્મ સભર હાઈકુ!
    સુધીર પટેલ.

  6. pragnaju said,

    September 16, 2010 @ 8:48 PM

    મન્દ્રસ્વર છે
    ક્ષણ પોરો ખાતું ન
    કાલચક્ર એ !

  7. "માનવ" said,

    September 16, 2010 @ 10:06 PM

    સરસ હાઈકુ..

  8. Gunvant Thakkar said,

    September 16, 2010 @ 11:51 PM

    કવિએ નાનકડા હાઇકુમા ક્ષણોને સરસ રીતે તોડી બતાવી છે

  9. વિવેક said,

    September 17, 2010 @ 12:31 AM

    સુંદર મજાનું અર્થસભર હાઇકુ…

  10. Pushpakant Talati said,

    September 17, 2010 @ 6:10 AM

    ” કાલચક્રનું શોધું છું રહસ્ય હું, ક્ષણો તોડીને…”

    શ્રી સુનીલભાઈ શાહ નુ આ હાયકુ ગમ્યુ.
    પણ કોઈ ચીજ નુ રહશ્ય શોધવા અથવા રહશ્ય પામવા માટે આપણે જો તોડવા ને બદલે જોડવા નો અભિગમ અપનાવીએ તો કેમ ?
    કાલચક્ર ના રહશ્યને પામવા અને જાણવા માટે ક્ષણો ને જોડીએ તો કદાચ વધુ સહેલાઈ થી આપણી પાસે સત્ય ઉજાગર થાય.
    POSITIVE ATTITUDE IS DEFINATELY MORE POWERFUL AND STRONG AS WELL AS MORE DEVINE THAN THE NEGATIVE ONE.

  11. preetam lakhlani said,

    September 17, 2010 @ 8:56 AM

    પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
    આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
    વિવેક મનહર ટેલર

  12. Pinki said,

    September 20, 2010 @ 2:35 AM

    વાહ્.. ક્ષણોને તોડી સરસ અભિવ્યક્તિ !

  13. dangodara vinod said,

    September 20, 2010 @ 8:40 AM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment