અણી હોય છે – સુધીર પટેલ
ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?
એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !
વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !
કેમ એના વગર જીવવું ?
વેદના મા-જણી હોય છે !
હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !
જે થકી રંગ જામે ‘સુધીર’
બસ કમી એ તણી હોય છે
– સુધીર પટેલ
વાત સોંસરવી કૈં નીકળે … એ શેર સૌથી સરસ થયો છે.
AMIT SHAH said,
September 6, 2010 @ 10:11 PM
ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?
એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !
TOONKI BEHAR NI SARA GHAZAL
bharat vinzuda said,
September 6, 2010 @ 11:01 PM
Bahu sundar gazal.
Deval said,
September 6, 2010 @ 11:29 PM
sunder gazal…ahi 4th sher ma ‘M-jani’ ni jagae “Maa-Jani” hashe ne?! ane eno meaning real brother / sisiter evo j thai ne?! pls help bloggers….
Gaurang Thaker said,
September 6, 2010 @ 11:32 PM
હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !
વાહ…સરસ ગઝલ…
Deval said,
September 6, 2010 @ 11:37 PM
Gaurang bhai…atleast tamare to answer aapvo joie mara parash no…ek vanchak – bhavak tarike aapne to haq thi puchi shaku ne?! … 🙂
રાકેશ ઠક્કર, વાપી said,
September 7, 2010 @ 12:06 AM
સરસ ગઝલ.
મા-જણી ને બદલે મ-જણી ટાઇપ થયું છે?
સરસ શેર
એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !
Gunvant Thakkar said,
September 7, 2010 @ 12:26 AM
સુંદર ગઝલ, મ… એટલે કે, સંગીતના મધ્યમ સ્વરનો સંકેત, વેદના એ જીવન સંગીતનો મધ્યમ સ્વર છે.અને એ જિદંગીમા એ રીતે વણાઇ ગયો છે કે એના વગર જીવી જ ના શકાય. વધુ પ્રકાશ તો કવિ જ પાડી શકે.
Gunvant Thakkar said,
September 7, 2010 @ 12:36 AM
જો કે છંદ ને હિસાબે મા જણી જ હોવુ જોઇએ.
વિવેક said,
September 7, 2010 @ 12:40 AM
સુંદર રચના… બધા શેર આસ્વાદ્ય થયા છે…
ABHIJEET PANDYA said,
September 7, 2010 @ 12:46 AM
ૂસુંદર રચના સુધીર ભાઇ. આપની ગઝલો માણવામાં ખુબ આનંદ આવે છે. અમેરીકામાં વસીને પણ માત્ુરુભાષા પ્રત્યે
આટલું ખેંચાણ અને ગઝલ કાર્યમાં િવષેષ યોગદાન બદલ અમે ગ્ર્વ અનુભવીએ છીએ ભાવનગરમાં બુધસભામાં આપની
સાથે મુલાકાત થઇ હતી. ટુંક સમયમાં મારી ગઝલો લયસ્તરો પર મુક્વા િવચારી રહ્યો છું. ભાવનગરના બધાં ગઝલકારો
તરફથી મારા અિભનંદન.
એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !
સુંદ્ર શેર.
અિભજીત પંડ્યા ( નવોિદત ગુજરાતી ગઝલકાર , ભાવનગર ).
ઉલ્લાસ ઓઝા said,
September 7, 2010 @ 4:15 AM
સુંદર અણીદાર ગઝલ.
સુનીલ શાહ said,
September 7, 2010 @ 7:58 AM
વાહ..! સુંદર ગઝલ.
વિહંગ વ્યાસ said,
September 7, 2010 @ 8:14 AM
સુંદર ગઝલ.
kantibhai kallaiwalla said,
September 7, 2010 @ 8:24 AM
I did enjoy this creation. One of the best creations I like.
preetam lakhlani said,
September 7, 2010 @ 9:46 AM
ક્ષણ મજાની ગઝલ્…………..
sudhir patel said,
September 7, 2010 @ 9:53 AM
દેવલભાઈ અને અન્ય ભાવક-મિત્રોની વાત સાચી છે – ચોથા શે’રમાં ‘મા-જણી’ શબ્દ છે અને ધવલભાઈએ સુધારી પણ લીધેલ છે! સૌનો ગઝલ રસ-પૂર્વક માણવા બદલ આભાર.
અભિજીતભાઈ, ભાવનગરના સૌ કવિ-મિત્રોને મારી યાદ અને દાદ બદલ ધન્યવાદ!
સુધીર પટેલ.
Kirtikant Purohit said,
September 7, 2010 @ 11:26 AM
વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !
આ શેર શીરમોર છે અને આખી ગઝલ સરસ અને પ્રવાહી.અભિનન્દન સુધિરભાઇ.
Bharat Trivedi said,
September 7, 2010 @ 5:36 PM
સીધી ને સચોટ આ ગઝલ મને ગમી ગઈ. ‘મા-જણી’વાળા શેરને વધારે છંછેડવો નથી. બાકી તેના વિષે થોડી વાત કરી પણ શકાય.
-ભરત ત્રિવેદી
sapana said,
September 7, 2010 @ 6:12 PM
સરસ ગઝલ્!શબ્દોને અણી હોય છે! સત્ય!
સપના
pragnaju said,
September 7, 2010 @ 6:24 PM
સરસ ગઝલનો આ શેર ખૂબ ગમ્યો
વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !
યાદ
થાતા તો થઇ ગયો’તો ઘડી સંગ શબ્દનો.
પણ આ જુઓ જતોજ નથી રંગ શબ્દનો
dhrutimodi said,
September 7, 2010 @ 8:40 PM
સુંદર ગઝલ. સુધીરભાઈ હોય ઍટલે ગઝલ સુંદર હોવાની જ!!!!!!
વાત સોંસરવી કૈં નીક્ળે
શબ્દને પણ અણી હોય છે.
DR Bharat Makwana said,
September 8, 2010 @ 6:29 AM
‘શબ્દને પણ અણી હોય છે !’….ઝઝલ નુ હાર્દ …બધું કહી જાય છે!
DR Bharat Makwana said,
September 8, 2010 @ 6:31 AM
પ્રગ્નાજું…તરફથી. ગઝલ ને અનુસંધાન યાદ…
થાતા તો થઇ ગયો’તો ઘડી સંગ શબ્દનો.
પણ આ જુઓ જતોજ નથી રંગ શબ્દનો….
સુંદર
Pinki said,
September 11, 2010 @ 7:22 AM
વાહ્.. સુધીર અંકલ !
સરસ ગઝલ… હમણાં જ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે.