જળમાં લખવાં -હરિકૃષ્ણ પાઠક
ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવા તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
-હરિકૃષ્ણ પાઠક (માર્ચ 1974)
આપણું જીવવું એટલે જાણે કે જળમાં નામ લખવા સમાન… જળમાં નામ લખવાની વાત સાથે જ મને ઓજસ પાલનપુરીનો એક શેર યાદ આવે છે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ…
deepak trivedi said,
July 30, 2010 @ 11:51 PM
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
-હરિકૃષ્ણ પાઠક (માર્ચ 1974)
ખુબ મજ આવેી ..આનન્દ થયો…
mahesh dalal said,
July 31, 2010 @ 12:12 AM
સાસિ ભાશા મા … ઘનુ કહિ જાય … સરસ
વિવેક said,
July 31, 2010 @ 12:40 AM
સુંદર રચના…
DR Bharat Makwana said,
July 31, 2010 @ 4:08 AM
જળમાં લખવાં નામ…એકદમ શીર્ષક ને અનુરૂપ રચના..
Bharat Trivedi said,
July 31, 2010 @ 7:58 AM
સરસ ગીત. અંગ્રેજીમાં કહેવત છેઃ This too shall pass. સારું કે નરસું બધું જ સમયના વહેણ સાથે તણાઈ જતું કે તણાઈ જવાનું હોય છે- આ બધી કવિતા થાય છે તે પણ ! પરન્તુ કવિતા થતી અટકી જવાની ખરી? એવું શા માટે ? સાચી કવિતા પ્રશ્ન પર જ અટકી જાય. પ્રયેક કામનો એક આગવો જ મહિમા છે તે વિચારવાનું કામ આપણું છે.
-ભરત ત્રિવેદી
Chinu Modi said,
July 31, 2010 @ 9:23 AM
ગીત એ વાયુમાંથી શિલ્પ કોતરવા જેવી અઘરી કળા છે. બૈરક લેહ્કા વગર લખયેલું આ ગીત આપણી આધુનિક કવિતાનું નોંધપાત્ર ગીત છે. મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, અનિલ જોશી, રમેશ પારેખ, માધવ રામાનુજ, વિનોદ જોશીનાં એકાદ એકાદ અપૂર્વ ગીત સાથે આ બેસી શકે તેમ છે. જળમાં લખવા નામ એટલે કવિતા લખી નીચે સહી કરવી. હી, હી,હી,
-ચિનુ મોદી
Girish Parikh said,
July 31, 2010 @ 11:04 AM
લયસ્તરો પર ‘ચિનુસ્તરો’ વાંચવાનો આનંદ પણ અનોખો છે !
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
sudhir patel said,
July 31, 2010 @ 11:41 AM
જિંદગીના ગહન ભાવોને સુંદર લયમાં રજૂ કરતું અનોખું ગીત!
ચિનુભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત!
સુધીર પટેલ.