નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
– માધવ રામાનુજ

ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ

Munshi
( કનૈયાલાલ મા. મુનશી સાથે ઉમાશંકર જોશી)

*

કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.

– રોબેર્ટ ફ્રોસ્ટ
(અનુ. ઉમાશંકર જોશી, ૨૭-૧૧-૧૯૭૧)

આસ્વાદ શ્રી ઉમાશંકરના શબ્દોમાં –

.                       ‘ફ્રોસ્ટે લખ્યું છે- ” કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં.” આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. ફ્રોસ્ટની ભાષા બહુધા સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડી આવતા નથી. પરંતુ કૃતિની સુરેખતા હમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસરપૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે.

.                     કાવ્ય દ્વન્દ્વના બંને છેડો કેટલા કાતિલ હોય છે તેની વાત કરે છે-ઉષ્ણ અને શીત,રાગ અને દ્વેષ. પૃથ્વીના ઈતિહાસમાં હિમપ્રલય,જળપ્રલય ની વાત છે પરંતુ આગથી થયેલ પ્રલય જાણમાં નથી. મહત્વ એ વાત નું છે કે દ્વન્દ્વનો કોઈપણ છેડો પ્રલય લાવવા સક્ષમ છે. આ ઉપરાંત પણ અર્થ છુપાયેલા છે જે ભાવકની શુદ્ધિબુદ્ધિ ઉપર છોડાયેલ છે.’

7 Comments »

  1. Rekha Sindhal said,

    July 25, 2010 @ 7:13 AM

    મધ્યમવાદમાઁ માનનારાને અઁતિમવાદ પસઁદ કરવો જ પડે તો પરિણામની પરવા વગર શેીતળતા જ ઈચ્છનીય છે. વ્યક્તિગત રીતે જોઈએ તો ક્રોધને જીતનાર જ સાચો વિજેતા છે અને તે જ કહી શકે શાંતમ પાપમ. કોધથી દૂર રહેવું અને ક્રોધનો સામનો કરીને તેને જીતવો તે ફર્ક ન સમજનારા આપણે કેટલા કેટલા ભ્રમ લઈને જીવતા હોઈએ છીએ. હ્રદયસ્પર્શી અનુવાદ માટે આપનો આભાર અને….વંદન સ્વ. શ્રી ઉમાશંકર જોશીને!

  2. Girish Parikh said,

    July 25, 2010 @ 10:25 AM

    ગુજરાતી કવિતા વિશ્વસાહિત્યમાં !
    ‘વિશ્વ-કવિતા’ વિભાગમાં કવિવર ઉમાશંકર જોશીએ અંગ્રેજીમાંથી સુંદર અનુવાદ કરેલાં કાવ્યો મૂકો છો ત્યારે આ વિચાર આવ્યોઃ કવિનાં પસંદ કરેલાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કરો કે કરાવો તો એ જરૂર વિશ્વ સાહિત્યમાં સ્થાન લે. આ રીતે અન્ય મહાન ગુજરાતી કવિઓનાં પસંદ કરેલાં કાવ્યોના અંગ્રેજીમાં અનુવાદ કરી કે કરાવી શકાય અને એ બધા અનુવાદો વિશ્વ સાહિત્યમાં સ્થાન લે.

  3. Girish Desai said,

    July 25, 2010 @ 8:31 PM

    આ સાથે – રોબેર્ટ ફ્રોસ્ટની અંગ્રેજી કવિતા પ્રગટ કરી હોતતો વધુ આનંદ થાત.
    હજી પણ એમ કરશો તો આભાર.

  4. Bharat Pandya said,

    July 26, 2010 @ 8:02 AM

    Whose woods these are I think I know.
    His house is in the village, though;
    He will not see me stopping here
    To watch his woods fill up with snow.

    My little horse must think it queer
    To stop without a farmhouse near
    Between the woods and frozen lake
    The darkest evening of the year.

    He gives his harness bells a shake
    To ask if there’s some mistake.
    The only other sound’s the sweep
    Of easy wind and downy flake.

    The woods are lovely, dark and deep,
    But I have promises to keep,
    And miles to go before I sleep,
    And miles to go before I sleep.

    આ રોબર્ટ ફ્રોસ્ટમુ જાણેીતું કાવ્ય છે તેનું ભાશંતર થયું હોય તો આપવા મહેબાનેી કરશો.

  5. Bharat Pandya said,

    July 26, 2010 @ 8:05 AM

    Shri Girishbhaai Desai—–

    FIRE AND ICE
    Some say the world will end in fire,
    Some say in ice.
    From what I’ve tasted of desire
    I hold with those who favor fire.
    But if it had to perish twice,
    I think I know enough of hate
    To say that for destruction ice
    Is also great
    And would suffice.

  6. વિવેક said,

    July 28, 2010 @ 9:00 AM

    Woods are lovely, dark & deep…

    આ કવિતાનો અનુવાદ શ્રી ઉમાશંકર જોશીએ જ કરાવ્યો છે. અહીં માણવા મળશે:

    વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી

  7. Dr Heena Mehta said,

    April 28, 2020 @ 7:59 AM

    Thanks for sharing Robert Frost’s poem
    Fire and Ice
    And Umashankar bhai’s translation too
    Happy reading for youngsters!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment