ગઝલ – ગૌરાંગ ઠાકર
જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?
એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.
દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી
સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.
આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.
– ગૌરાંગ ઠાકર
એક જ વાત એક જ શાયર વારંવાર કહે પણ સાવ નોખી જ ફ્લેવર સર્જી શકે તો વાતની મજા જ કંઈ ઓર છે… ગૌરાંગ ઠાકરની ગઝલોમાં પ્રકૃતિપ્રેમ, મા-બાપની વેદના અને ગરીબી અવારનવાર ડોકિયાં કરતાં રહે છે. કવિનું નામ ન લખ્યું હોય તો પણ સમજી શકાય એવી શૈલી એમણે હસ્તગત કરી છે.
આ ગઝલ માણ્યા પછી એમના ત્રણ અલગ અલગ શેર આ સંદર્ભમાં જોઈએ?
ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.
આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા ?
મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું ?
Jina said,
July 16, 2010 @ 2:28 AM
ફક્ત એટલું જ કહી શકાય એમ છે… “વાહ…!!!”
હેમંત પુણેકર said,
July 16, 2010 @ 4:12 AM
સુંદર ગઝલ! મક્તામાં તો ભઈ શું ચોટ છે? વાહ વાહ!
Pushpakant Talati said,
July 16, 2010 @ 4:43 AM
” એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે, કોઈના પણ કદી થવાય નહી. ”
કોઈનુ શુ કામ થવુ ? તેના કરતા સહુકોઈને તમારા કરો ને ! !!
જો તેમા તમે સફળ થશો તો સહુકોઈ તમને પોતાના કરી જ લેશે. જરા કોશિશ તો કરી જુઓ.
ત્રણ અલગ શેરો માથી આ વધુ ગમ્યો
” આંખ બાળકની વાંચવાની હોય, શું ગીતા ને કુરાન લઈ બેઠા ? ”
એકન્દર ગઝલ અને ત્રણે શેરો સરસ ગમ્યા. અભિનન્દન
સુનીલ શાહ said,
July 16, 2010 @ 6:21 AM
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.
વાહ..ગૌરાંગશૈલીની વધુ એક ઉત્કૃષ્ટ ગઝલ વાંચવા મળી.
kanchankumari. p.parmar said,
July 16, 2010 @ 7:00 AM
ઝાડ ઉખેડી ઘર કરયુ પણ ઘર કોઇ નુ થાય નહિ …….લાગણિ ના પુર ને કોઇ દિ તાળા દેવાય નહિ…..
dr bharat said,
July 16, 2010 @ 7:55 AM
કવિનું નામ ન લખ્યું હોય તો પણ સમજી શકાય એવી શૈલી એમણે હસ્તગત કરી છે તે ખરેખર મુખ્ય ગઝલ તથા એમના ત્રણ અલગ અલગ શેર વાંચ્યા બાદ અનુભૂતિ થાયછે!
urvashi parekh said,
July 16, 2010 @ 8:13 AM
ખુબ જ સરસ અને સુન્દર,
આંખ બાળક ની વાંચવાની હોય,
શું ગીતા કુરાન લઈ બેઠા.
આંગણે આવી ચકલી પુછે છે,
બારણુ પાછુ ઝાડ થાય નહી?
મન ને સ્પર્શી ગયુ.
અભીનંદન ગૌરાંગભાઈ..
pragnaju said,
July 16, 2010 @ 8:13 AM
સુંદર ગઝલ
સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.
આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.
વાહ્
Girish Desai said,
July 16, 2010 @ 8:26 AM
દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી.
નર્યું સત્ય.
નિર્દોશતા,નિર્લેર્પ પ્રેમ અને સચ્ચાઇ ના પાઠ ભણવા હોય તો બાળ જેવો ગુરુ ક્યાંએ નહીં મળે.
Kirtikant Purohit said,
July 16, 2010 @ 8:33 AM
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.
આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?
સરસ અને અવનવી અભિવ્યક્તિ. વાહ્..
satish.dholakia said,
July 16, 2010 @ 10:16 AM
આન્ખ બાળક નિ વન્ચ્વ નિ હોય , લેપ્ ટોપ લઈ ને શુ બેઠ !aavarniya Abhivyakti !
Bharat Trivedi said,
July 16, 2010 @ 11:51 AM
સુન્દર ગઝલ! મને ખાસ ગમ્યા તે શેર છેઃ
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?
આવો નિર્દોષ ( ને પાછો એતલો જ ગહન) પ્રશ્ન તો એક ચકલીને જ થાયને!
એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.
આ શેર તો લાજવાબ છે ! સારો સર્જક દોષ દેખે તો પણ પોતાની આવવી રીતે. એક ઉર્દુ કવિએ
કહ્યું છેઃ
કિસી તરહ તુમ હમારે ના હુએ
વરના ક્યા નહીં હોતા !
અહીં વાત તો એવી જ છે પણ કેવી અલગ રીતે કહેવાઈ છે!
સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.
ભારતમાં રહો કે પછી વિદેશ the burdon of existence તો લમણે લખાયું જ હોય ને? સાંઝ પડે વિચારો તો લાવ્યા કરતાં ગુમાવ્યુ જ વિષેશ હોય છે ને!
કવિ આપણી દાદના અધિકારી છે તેની જરાયે ના નહીં.
ભરત ત્રિવેદી
Pancham Shukla said,
July 16, 2010 @ 12:09 PM
મમળાવવી ગમે એવી મઝાની ગઝલ બધા જ શેર આસ્વાદ્ય છે.
jigar joshi 'prem' said,
July 17, 2010 @ 3:49 AM
બહુ સરસ રચના છે.
વિહંગ વ્યાસ said,
July 17, 2010 @ 6:20 AM
સુંદર ગઝલ.
Kalpana said,
July 17, 2010 @ 4:54 PM
હૃદયપસ્પર્શી રચના.
બારણુ ઝાડ થાય કે નહીઁ એ ચકલી પુછે છે. આ વાત ખુદ એક કહાણી બની જાય છે. જેનુ બારણુ થયુઁ એ ઝાડની સુઁદર ડાળી પર બેસી ચીઁચીઁ ગાણુ ગાયાની યાદ ન આવતી હોય! એ રીતે પ્રશ્ન પૂછાયો છે.
જો બીત ગઈ વો બાત ગઈ!
અભિનન્દન ગઔરાઁગ ભાઈને.
આભાર વિવેકભાઈનો
કલ્પના
sudhir patel said,
July 21, 2010 @ 12:50 AM
સુંદર ગઝલ અને અન્ય શે’ર પણ માણવા લાયક!
સુધીર પટેલ.
Jay Naik said,
July 22, 2010 @ 12:07 PM
Bahut Khub Gaurangbhai.
Lage Raho.
Allah Kare joure kalam aur bhi jyada!
sagar kansagra said,
June 20, 2014 @ 5:40 AM
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી? એ ચકલી હૂ