થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? – શેખાદમ આબુવાલા
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!
તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!
અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
– શેખાદમ આબુવાલા
ના, તમે ભૂલી નથી ગયા. આજે ગાંધી-જયંતિ નથી 🙂
આ ગઝલ શેખાદમના ઈમરજન્સીના વખતમાં કરેલા રાજકીય કટાક્ષકાવ્યોના સંગ્રહ ‘ખુરશી’માંથી છે. આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે.
pragnaju said,
June 30, 2010 @ 6:20 PM
સરસ
તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
આજે પણ આ કટાક્ષ પંક્તીઓ પ્રમાણે જોવા મળે છે!
Jayshree said,
June 30, 2010 @ 7:58 PM
ના, તમે ભૂલી નથી ગયા. આજે ગાંધી-જયંતિ નથી 🙂
Good one, Baapu !!
ખજિત said,
July 1, 2010 @ 4:09 AM
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
આ શેર ખૂબ જ સચોટ છે.
Pushpakant Talati said,
July 1, 2010 @ 4:54 AM
વહ ભાઈ વાહ ;
What a Fantastic poem ! ? ! ! ? ?
ગાન્ધીજી ના નામે આ જગતમાઁ અને ખાસ કરીને તો ભારતમાઁ તો બાપા હલાવ્યે રાખો, જેટલુ હાલે એટલુઁ , બાપુ ક્યા ફોટામાથી નીકળીને જોવા આવવાના છે ? તે બિચારા હવે કરી પણ શુ શકે ?
કાવ્યમા ઠીક જ લખ્યુ છે કે – ” હુ ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ” – નારાજ થાય તો પણ આપણે શુ ? તેવુ જ મોટાભાગના માનતાહધે – ખરુ ને ?
સરસ કટાક્ષ – અભિનન્દન. પણ આ ક્રુતિ READ કરી ને હુઁ દ્વિધામા પડી ગયો છુ કે આ વન્ચીને આપણે હશવુ કે રડવુ ?
Girish Desai said,
July 1, 2010 @ 8:12 AM
અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!
સો ટકા સટત્ય.વલ્લભભાઇએ જે નાના રાયજ્યોને એકત્રીત કર્યા તેને ફરી વિભાજીત કરી પાછા સોળમાંથી ૨૬ ? રાજ્યો ઉભા કરી દીધા ને?
દિવા પાછળ સદા અંધારું
હે ભારત
ભાગ્ય છે કેવું તારું ?
વિવેક said,
July 1, 2010 @ 8:57 AM
સુંદર ચાબખો…
સુનીલ શાહ said,
July 1, 2010 @ 9:40 AM
ખૂબ સુંદર..
બીજી પંક્તિમાં ‘આજે’ને બદલે ‘આજ’ હોવું જોઈએ.
dr.jagdip said,
July 1, 2010 @ 11:09 AM
આજે રજ્જા…શેની રજ્જા..?
ચાલ હવે
બંડી લે સાંધી
ખેર નથી જો
મચ્છી રાંધી
કોણ ગયું
આ ઝંડો બાંધી..?
એક દિવસ કાં
ઉડતી આંધી…?
એક બુઝર્ગને
પુછતાં જાણ્યું
કોઈ હતો
પહેલા પણ ગાંધી….!!!
ચાલો આ બહાને બાપુને યાદ તો કર્યા….
રાજની said,
July 1, 2010 @ 11:28 AM
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
સરસ…
શેખાદમ આબુવાલાનો એક મુક્તક યાદ આવ્યુ..
કેટલો કિંમતી હતો તુ ,ને કેટલો સસ્તો બની ગયો
તને ખબર છે ગાંધી ! તારુ થયુ છે શું ?
ખૂરશી સુધી જવાનો ,તુ રસ્તો બની ગયો.
pandya yogesh said,
July 1, 2010 @ 1:08 PM
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
સરસ…
જય હિન્દ્
Chandresh Thakore said,
July 1, 2010 @ 4:58 PM
“રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!” … ૧૯૫૦-૬૦ના દાયકામાં આવું લખનાર શેખાદમ આજના પોલિટિશીયનોના સિદ્ધાંતવાદ માટે આજે શું કહેતે?
Kalpana said,
July 1, 2010 @ 7:07 PM
ભારતના બે ટૂકડા થયા ને ગાઁધીજીના હ્રદયના ટૂકડે ટૂકડા થયા. ગાઁધીજી એક સત્યના પ્રયોગનુ ઉત્ક્રુષ્ટ ઉદાહરણ છે, જેને કવિતામા આવરી લેવાનો પ્રયાસ ફ્ક્ત પ્રયાસ જ રહે. ગાઁધી જયન્તિ નથી છતાઁ યાદ કર્યા એ એક મહત્વની ઘટના થઈ!!
કલ્પના
sudhir patel said,
July 1, 2010 @ 9:56 PM
બહુ જ ચોટદાર ગઝલ! આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
સુધીર પટેલ.
sima said,
July 3, 2010 @ 6:00 PM
નથી જોવાતા મારા સ્વપ્નો સળગતા -મારા જ ભારત માં ,
શું મેળવ્યું કાઈ-સ્વરાજ્ય મેળવી ને ?
કેટલા નિર્દોષ નું લોહી સીંચ્યું સ્વરાજ મેળવવા ,
પણ વાળ્યું મેં દળી દળી ને કુલડી માં ,
જયા સ્વછંદ નેતા રાજ કરે ને દંડ ભરે પ્રજા નિર્દોષ ,
નથી અફસોસ હવે મને મારા મૃત્યુ નો ,
જીવતા કયાંથી જોવાતા મારા થી,
સ્વપ્નો સળગતા મારા ભારત માં !!!
સીમા દવે
,
champak said,
July 4, 2010 @ 5:43 AM
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
વાહ ગાંધી લવર્………… મસ્ત લખ્યુ……………
Bharat Trivedi said,
July 4, 2010 @ 6:06 PM
મારો એક મિત્ર હિન્દીનો સારો કવિ ગણાય છે. પહેલા ક્યારેક હુ તેને ફરિયાદ કરતો કે તમારી જેમ કવિતામા અમે સમાજકો બદલ ડાલોના અટલા નારા નથી લગાવતા પરન્તુ હવે એ સમજાય છે કે કવિ જે સમાજનો હિસ્સો છે તેના પ્ર્ત્યે તેની કશી ફરજ ખરી કે નહી? ઇમર્જન્સિ વેળા એક ગાંધીની ફરિયાદ બીજા ગાંધીને જ કરવાની હોયને? શેખાદમે ફરિયાદ બરાબર યોગ્ય માણસને કરી છે. કવિ પોતાની રીતે સમાજને સમયે સમયે ટકોરતો હોય તે જરુરી પણ છે.
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
sanjay j said,
October 10, 2011 @ 10:57 AM
પ્રભુમારો હતો એવો ભારત બનાવિ દે
એમકેવાનુ મન થાઈ આ ગઝલ
ખરેખર ભારત ના નેતાઓ ને સા’ભાળવા નિ
જરુર સે