અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
– શબનમ

ખુદાની રહેમત – કરસનદાસ માણેક

હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે !
ગમે બુઢઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની ને દિલતણું ઝૂરવું ગમે છે !

– કરસનદાસ માણેક

આપણા જેવા માણસો ખુદાની કૃપામાં કંઈ કેટલીય ચીજોની આશા રાખે છે. જ્યારે કવિને મન તો પોતાનું હ્રદય લાગણીથી સભર છે એ હકીકત જ ખુદાની સૌથી મોટી રહેમત છે. માત્ર ચાર પંક્તિઓમાં કવિએ બહુ મોટા ગજાની વાત અહીં ખૂબ નાજુક રીતે મૂકી છે.

4 Comments »

  1. સિદ્ધાર્થ said,

    September 5, 2006 @ 8:58 AM

    ધવલ,

    સરસ મુક્તક છે. કદાચ આ જ કવિની એક રચના “ભાઈ રે આપણા દુ:ખનું કેટલુ જોર” જો મળે તો જરૂરથી પ્રસ્તૂત કરશો.

    સિદ્ધાર્થ

  2. ધવલ said,

    September 5, 2006 @ 11:56 AM

    “ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર” લયસ્તરો પર છે જ – લીંક : https://layastaro.com/?p=143

  3. સિદ્ધાર્થ said,

    September 5, 2006 @ 1:23 PM

    ધવલ,

    આભાર…

    સાથે એ પણ જાણ્યુ કે કવિતા શ્રી રાજેન્દ્ર શાહ રચિત છે.

    સિદ્ધાર્થ

  4. Suresh Jani said,

    September 6, 2006 @ 12:27 AM

    જીવનની છેલ્લી ઘડી સુધી જીવવાના આનંદનો મને બહુ જ ગમતો શ્રી. અમૃત ઘાયલનો શેર રજુ કરવાની લાલચ રોકી નથી શકતો.

    ‘ મરવાની અણી પર છું છતાં જીવી શકું છું.
    સંદેહ તને હોય તો આ પડખું ફર્યો લે! “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment