એક પાંદડું – ડેવિડ ઈગ્નાતો
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
ઉદાસી કે આશાનો કોઈ સૂર નહીં
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
અને કોઈ અસુખ નહીં.
એક પાંદડું : કેવળ પાંદડું
હવામાં, અને એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં.
-ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)
એક પછી એક અનાવશ્યક આવરણો દૂર કરીને આપણી છેક પોતાની અંદર સુધી જઈએ તો આપણું ‘હોવાપણું’ પણ ચોક્કસ આ પાંદડા જેવી જ અવસ્થામાં મળે.
હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.
અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું – બસ ઝૂલી લેવું લહેરમાં, આ ક્ષણમાં – એ જ જિંદગી !
અભિષેક said,
May 26, 2010 @ 11:12 PM
બહુ સરસ વાત કરી છે.
Mousami Makwana said,
May 26, 2010 @ 11:29 PM
‘થવા’ની ચિંતા કરવા કરતા ‘હોવા’ને માણવુ એ જ સાચી સમજણ છે. વિતેલી પળ એક યાદ છે અને આવનારી પળ શમણું …એટલે જે છે તે ‘આ જ પળ’ છે આપણી પાસે.
કવિએ પાંદડાના સ્વરુપે સુખી જીવનની ચાવી આપ છે.
વિવેક said,
May 27, 2010 @ 2:14 AM
હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.
અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું
– આ બે વાક્ય અદભુત છે !!!
dr bharat said,
May 27, 2010 @ 3:31 AM
GOOD THEME, BUT AFTER TRANSLATION LOST ‘KAVITA STRUCTURE’
ચાંદ સૂરજ said,
May 27, 2010 @ 5:02 AM
અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું .
આ ક્ષણની પછી આવતી દરેક ક્ષણ ભાવિના ભિત્તરમાં સમાયેલી છે અને આ ક્ષણ પહેલાની દરેક ક્ષણ ભૂતની ભૂતાવળમાં પરોવાયેલી રહે છે તો આ ક્ષણની પાલખીમાં બેસી આનંદના કહારોની કાંધે ચડી બસ મહાલી લઈએ.
pragnaju said,
May 27, 2010 @ 6:23 AM
એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં
અ દ ભૂ ત
વર્તમાન ક્ષણ પ્રત્યેની જાગૃતિથી આપણી આંતરિક શક્તિ જાગે છે. પ્રત્યેક પળે પોતાની અંદર અને બહાર શું ચાલી રહ્યું છે તેના પ્રત્યે એકાગ્ર થવાથી એક જાતના આનંદ અને હળવાશનો અનુભવ થાય છે. આ જ છે વર્તમાન ક્ષણમાં જીવવાની કળા. જો સાચે જ આંતરિક શક્તિ ખીલવવી હોય તો વર્તમાનમાં જીવવાની કળા શીખવી જ પડશે.
આ કળા દરેકને આવડી શકે, છતાં આ એક દુર્લભ કળા છે કારણ કે જે ક્ષણ સામે આવીને ઊભેલી છે તે ક્ષણનું માહાત્મ્ય સમજવું સહેલું નથી. સમય સૌથી વધારે મૂલ્યવાન છે, પણ તેના મૂલ્યની સૌથી વધારે ઉપેક્ષા થાય છે. જે વ્યક્તિ એનું મૂલ્ય સમજીને એને જીવી જાય છે તે જીતી જાય છે, સમૃદ્ધ બની જાય છે, ને જે તેના મૂલ્યને સમજતો નથી તે જિંદગીનું દેવાળું ફૂંકે છે, વર્તમાન ક્ષણને જાગૃતિથી જીવી શકાય છે કે પછી બેદરકારીથી વેડફી શકાય છે
ઝૂલીને હળવેથી લહરમાં.
Pinki said,
May 27, 2010 @ 7:36 AM
Reminds me,
Just Live Like a Leaf, in the wind : Shree Aurobindo
બસ, એ જ વાત અલગ અંદાજમાં… !
Girish Desai said,
May 27, 2010 @ 8:11 AM
ત્યાગીને ભોગવી જાણો
વહી જતા વર્તમાનની આ પળોમાં
માનવી આયખું આખું વિતાવે.
છતંા ભમે તે ભૂત કેરી સ્મૃતિમાં
કે રહે રઝળતો ભવિ તણંા વિચારે.
ત્યાગી એ વિચારો ભૂત ભાવિ કેરાં
લો ભોગવી વર્તમાન તણી પળો આ.
‘ ત્યાગીને ભોગવી જાણો ‘
કહ્યું ન શું એ ઇશાવાસ્યમાં ?
Being = પ્રારબ્ધ અને Becoming = પુરુષાર્થ
Suresh Jani said,
May 28, 2010 @ 7:33 AM
Power of now – Eckharte Tolle
An excellent guide for living in present.