ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
‘અમર’ પાલનપુરી

તું – આકાશ ઠક્કર

ઓગળે ભીંતો પછી દેખાય છે તું
છેવટે તસવીર તારી થાય  છે તું .

જ્યાં મકાનોમાં ઊગે છે કલ્પવૃક્ષો
એ  ગલીને કેમ છોડી જાય છે તું !

દૂર જઈને કેટલે સંતાઈ  શકશે
બાળપણના સ્વપ્નમાં પકડાય છે તું !

કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારું
અક્ષરો  વચ્ચે હવે  વંચાય  છે  તું .

છે હવે ‘આકાશ’ જાણે  કોઈ નકશો
આ ઋતુમાં એકલી  બદલાય છે તું .

– આકાશ ઠક્કર

4 Comments »

  1. Bharat Trivedi said,

    October 7, 2010 @ 11:33 AM

    ગુજરાતી ગઝલની કેવી તાસીર બદલાઈ ગઈ છે! ગઈ કાલે અનિલ ચાવડાની તો આજે આકાશ
    ઠક્કરની એક જોરદાર ગઝલ વાંચવા મળી. વિવેકભાઈ તમારી પસંદગી પણ દાદ માગી લે છે!

    -ભરત ત્રિવેદી

  2. prabhat chavda said,

    October 7, 2010 @ 10:58 PM

    બાળ૫ણ નુ સ્વપ્ન પકડાય છે, વાહ વાહ્,.,.,.,.,.,.

  3. ડૉ.મહેશ રાવલ said,

    October 7, 2010 @ 11:40 PM

    શ્રી આકાશ ઠક્કરની પ્રસ્તુત ગઝલના રદિફ અને કાફિયાનું સરસરીતે પરસ્પરમાં ઓગળવું,
    ઊડીને આંખે વળગે એવું સરસ કવિકર્મ થયું છે.
    -અભિનંદન.

  4. Pinki said,

    October 12, 2010 @ 12:10 PM

    વાહ્…સરસ ગઝલ ! બધાં જ શેર સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment