સુખ-દુ:ખ -વિપિન પરીખ
સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…
– વિપિન પરીખ
ચંદ શબ્દોના લસરકાથી તીણું શબ્દચિત્ર દોરવાની વિપિન પરીખની આવડત અદભૂત છે. મુંબઈના માણસના સુખ-દુ:ખનો હિસાબ એની જ ભાષામાં કવિએ કરી આપ્યો છે.
sapana said,
April 26, 2010 @ 8:29 PM
અને સાવ સાચી વાત્..
સપના
ઊર્મિ said,
April 26, 2010 @ 9:34 PM
ક્યાંક વાંચેલી એક વાત યાદ આવી ગઈ… “આંગળી ચીંધી શકાય એટલું સુખ અને આકાશવ્યાપી દુઃખ. તો યે જીવાય છે; ત્યારે થાય છે કે પલ્લું તો બિંદુનું જ નમતું હશે ને, સિંધુની આગળ !”
sudhir patel said,
April 26, 2010 @ 10:11 PM
સુખ અને દુઃખની લોકોને ઝટ સમજાય એવી કવિતા!
સુધીર પટેલ.
વિવેક said,
April 27, 2010 @ 12:17 AM
સુંદર કવિતા પણ માત્ર મુંબઈના માણસની જ કેમ? ઉલ્લેખ ભલેને ચર્ચગેટનઓ જ કેમ ન હોય, આ વિધાન તો સાર્વત્રિક છે..
અને વાક્ય રચના જરા ખટકી…
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
કે પછી-
ચર્ચગેટના સ્ટેશન પર
ટ્રેનમાંથી એક પછી એક
ઊતરતાં માણસોના મોજાં…
vajesinh said,
April 27, 2010 @ 1:00 AM
આ કવિતા વાંચતાં એક જૂની પંક્તિ યાદ આવી ગઈ. કોની છે તે સ્મરણમાં નથી પણ સુખની અલ્પતા ને દુખની વિશાળતાનું મર્મવેધક આલેખન એમાં થયું છે.
સુખનું તો ક્ષણમાત્ર ઝાંઝવું સહરા તો છે સખી સદાયનું.
pragnaju said,
April 27, 2010 @ 7:41 AM
ખૂબ અર્થ-ગંભીર અને ચોટદાર અછાંદસ!
સુખ અને દુઃખ સિક્કાની બે બાજુઓ છે
જે એક બીજા સાથે જોડાયેલા હોય છે.
આત્માને જાણવાથી અને આ મારું છે એવુ ન કહેવાથી સાક્ષી ભાવની શરૂઆત થાય છે.
જે રીતે બીજાના સુખ- દુઃખ પ્રત્યે આપણે સાક્ષી રહીએ છીએ,
દર્શક બનીએ છીએ એજ રીતે પોતાના સુખ પ્રત્યે પણ રીતે સાક્ષી બની જાવ.
મુશ્કેલી સુખના આવવા અથવા જવામાં નથી પરંતુ સુખને હંમેશા માટે બાંધી રાખવાના આપણા
સ્વભાવમાં છે. જીવનમાં સુખ આવે તો તેની વચ્ચે એક નિશ્વિત અંતર રાખીને તેને પસાર થવા દો.
અરીસાની નજીક આવી જવાથી તસ્વીર સ્પષ્ટ થઈ જાય છે.
માટે અંતર જરૂરી છે.
preetam lakhlani said,
April 27, 2010 @ 8:49 AM
સ્….ર્…..સ્…..કાવ્ય્……….!!!!
Kirtikant Purohit said,
April 27, 2010 @ 10:59 AM
વિપીન પરીખ હઁમેશ મુજબ સરસ રચના સાથે. વેધક પણ.
impg said,
April 28, 2010 @ 3:33 PM
લેખકો કવિઓ તથા ગુરુઓ સદાય દુખના જ ગાણા કેમ ગાય છે ? શાત્રોના જણાવ્યા મુજબ્
જગત સુખથી ભરેલુ છે તો આ લોકોએ તેનુ ગાણુ ગાવુ જોઈએ.પ્રુથ્વિ હવે વધુ દુખ સમાવી
સકે તેમ નથી
લયસ્તરો » દુ:ખની સ્વીકૃતિનું ગીત – ભાનુપ્રસાદ પંડ્યા said,
April 28, 2010 @ 10:12 PM
[…] સુખ-દુ:ખ વિશેનું એક અછાંદસ – સુખ-દુ:ખ – ન માણ્યું હોય તો જરૂરથી માણવું […]