શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.
- વિવેક મનહર ટેલર

ક્ષણ બની – કિસન સોસા

બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.

સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.

રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.

જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.

– કિસન સોસા

પહેલા શેરમાં કુમકુમવરણા સૌભાગ્ય-સૌદર્યનું જે સંક્ષિપ્ત પણ મદમદ વર્ણન છે – કહો, બીજે ક્યાંય જોયું છે ? એક જ શેર આજનો આખો દિવસ સોનેરી કરી દેવા પૂરતો છે ! બીજા શેરમાં ચાલનું શ્રાવ્ય વર્ણન અને છેલ્લામાં વિસ્તૃત સ્વપ્ન સંકેલાઈને છેવટે યાદની એક ક્ષણ બની રહેવાની વાત પણ અસરદાર રીતે આવી છે.

8 Comments »

  1. P Shah said,

    April 20, 2010 @ 10:32 PM

    કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની……

    સુંદર રચના !

  2. વિહંગ વ્યાસ said,

    April 20, 2010 @ 11:11 PM

    ખૂબજ સ-રસ ગઝલ. અભિનંદન ધવલભાઇ.

  3. Kishore Patel said,

    April 20, 2010 @ 11:23 PM

    બહુ જ સુંદર રચના – ગહન તેમ જ માર્મિક.

    આ સાથે આપના ગુજરાતી-બ્લોગ-જગતના લીસ્ટ ઉપર અમારા બ્લોગની લીન્ક મૂકવા ખાસ વિનંતી.
    http://shabdsetutoronto.wordpress.com/

    શબ્દસેતુ – ટોરંટો કેનેડાથી કિશોર પટેલનો શબ્દસેતુ સંસ્થા માટેનો ગુજરાતી બ્લોગ – સભ્યોની સ્વરચિત કવિતા, ગઝલ, ગીત, કાવ્યપઠન, વાર્તા, લેખ, કે અન્ય રચના તેમજ ગુજરાતી સાહિત્યના આમંત્રિત ક્લાકારોની વિડિયો અને ફોટો ગેલેરી

    આભાર

  4. વિવેક said,

    April 21, 2010 @ 1:10 AM

    સુંદર રચના… ગઝલના આજના ચાલ-ચલનથી જરા વિપરીત પણ આગવો અવાજ જન્માવતી રચના!

  5. Pinki said,

    April 21, 2010 @ 6:10 AM

    મત્લામાં નવવધૂ જેવી જ નજાકત… !

    અંતે એ સમેટાતી સમેટાતી …. ક્ષણ બની…!!

  6. pragnaju said,

    April 21, 2010 @ 6:57 AM

    જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
    એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.

    ખૂબ સુંદર અભિવ્યક્તિ
    સ્વપ્ન જોઇએ છીએ એ માત્ર દિમાગના પડદા પર દિવસભર ચાલેલા કોઇ કાર્યના અવશેષ માત્ર નથી હોતા. સ્વપ્નમાં મૃત્યુના સંકેત મળ્યા છે, આવનારી મુશ્કેલીથી સ્વપ્ન સંકેત કરે છે, કોઇ જટિલ સમસ્યાનો ઉકેલ પણ પાછો સ્વપ્નમાંથી મળી રહે છે.આપણને આવા સંકેતો સ્વપ્ન દ્વારા મળે છે, પણ અફસોસ આપણે એને સમજી શકતા નથી. સપનાં આપણી જેમ બોલી શકતાં નથી. હા, તેઓ માત્ર સંકેતોમાં જ સૂચન કરે છે.…

  7. Ashish Swami said,

    April 23, 2010 @ 7:28 AM

    યે જલ્વા યે હુસ્ન ઓર યે કાતિલ અદાયે
    કાબુ મે કેસે રહે જરા હમે કોઇ યે બતાયે

    આ વાન્ચ્યા બાદ કાબુ ગુમાવિ દિધો

    onlyswami17@rediffmail.com

  8. Jigar said,

    May 16, 2016 @ 12:30 PM

    excellent, terrific, mindblowing !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment