માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
મરીઝ

મૂક્યું – રમેશ પારેખ

તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.

સ્વપ્ન મારાં તોડીને ફેંકી દીધાં મેં ધૂળમાં
મારી ભોળી આંખને માટે મેં જડવાનું મૂક્યું.

સનસનાટી એ જ ઘટના ચિત્રમાં સર્જાઈ ગઈ
તેણે પીંછીથી કશું મારામાં બનવાનું મૂક્યું.

તેણે દ્રશ્યોની અણી પર મૂક્યું તીણું ખૂંચવું
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.

તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.

– રમેશ પારેખ

કાર્ય-કારણના સિધ્ધાંતોને હળવેકથી મરોડીને કવિ ‘હોવા’ અને’ થવા’ વચ્ચેના આભાસને છતો કરે છે.  છેલ્લો શેર – જેને હું ‘બિનવારસી ડૂસકા’ના શેર તરીકે ઓળખું છું 🙂  –  મારો ખાસ પ્રિય શેર છે.

20 Comments »

  1. Girish Parikh said,

    April 5, 2010 @ 10:38 PM

    આ ગઝલનો મારો પ્રિય શેર છેઃ
    તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
    આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.
    અલબત્ત, કવિમાં પથ્થરમાંથી દેવ ઘડવાનું ખમીર છે – – શબ્દશિલ્પી છે એ.

  2. અભિષેક said,

    April 6, 2010 @ 12:24 AM

    થોડુ સમજવામા અઘરુ પડ્યુ પણ મજાનુ કાવ્ય.

  3. વિવેક said,

    April 6, 2010 @ 1:03 AM

    સુંદર ગઝલ…

  4. વિહંગ વ્યાસ said,

    April 6, 2010 @ 1:36 AM

    વાહ……!!! મને ભરત વિંઝુડાનો એક શેર અહીં ટાંકવાનું મન થાય છે કે, “આ સદીમાં હોવું યાને ધન્યતા, આ સદીની ગુજરાતી ઘટના રમેશ”

  5. ડૉ.મહેશ રાવલ said,

    April 6, 2010 @ 1:55 AM

    ર.પા.ની સરસ અને મર્માળુ રચના.
    એમાંય
    ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
    આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.
    -વધારે ગમ્યું.

  6. અનામી said,

    April 6, 2010 @ 2:49 AM

    વાહ………

    ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
    આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.

  7. pragnaju said,

    April 6, 2010 @ 3:50 AM

    રપાની સુંદર ગઝલોમાંની એક

    તેનો આ શેર તો જાણે સૌની અનુભવવાણી

    ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
    આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.
    અને આ વખતે તેમની માનસિક હાલત પણ સ્ક્રિઝોફ્રેનિક લાગે છે.
    આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં ત્યાર બાદ ફોબીઆથી પીડાતા!

  8. urvashi parekh said,

    April 6, 2010 @ 4:01 AM

    ચોક નિ વચ્ચે પડ્યુ તુ ડુસ્કુ બીનવારસી,
    આળ મારા પર સહુએ મારુ હોવાનુ મુક્યુ.
    સરસ રચના..

  9. Hemanshu said,

    April 6, 2010 @ 5:24 AM

    બિન વારસિ ડુસ્કુ….. મજા નુ લાગ્યુ

  10. MAYAANK TRIVEDI SURAT said,

    April 6, 2010 @ 8:29 AM

    સ્વપ્ન મારાં તોડીને ફેંકી દીધાં મેં ધૂળમાં
    મારી ભોળી આંખને માટે મેં જડવાનું મૂક્યું
    તેણે દ્રશ્યોની અણી પર મૂક્યું તીણું ખૂંચવું
    મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું

    ભોળી આંખ અને છળવાનુ
    આવુ રમેશ જ આપી શકે
    સુંદર રચના

  11. Gaurang Thaker said,

    April 6, 2010 @ 9:46 AM

    સુદર ગઝલ મુકવા બદલ ધવલભાઈને અભિનદન….

  12. Girish Parikh said,

    April 6, 2010 @ 10:37 AM

    તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
    આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

    કવિ જ્યારે પોતાના નામના (કે ઉપનામના) અક્ષરો પોતાના કાવ્યમાં ઉમેરે છે ત્યારે મોટે ભાગે એ પંક્તિઓ કાવ્યની શિરમોર હોય છે. અને સામાન્ય રીતે આ પંક્તિઓ કાવ્યમાં છેલ્લે હોય છે – – કદાચ કાવ્યની ચોટ સચોટ કરવાનો કવિનો ઈરાદો હોય. કાવ્યનો સારાંશ પણ કવિ છેલ્લી પંક્તિઓમાં ઠાંસીને ભરી દેતો હોય છે! આ કાવ્યમાં રમેશે કવિનું લાઈસેન્સ વાપરીને શિરમોર પંક્તિઓ થોડી વહેલી મૂકી દીધી!

  13. Girish Parikh said,

    April 6, 2010 @ 11:17 AM

    ઉમેરું છું કે આખી ગઝલ મને ગમે છે, પણ ‘રમેશ’ અક્ષરો વાળો શેર વિશેષ ગમે છે.

  14. Girish Parikh said,

    April 6, 2010 @ 11:18 AM

    વિહંગભાઈ વ્યાસના શબ્દોએ મને ઊંડા વિચારમાં મૂકી દીધોઃ “મને ભરત વિંઝુડાનો એક શેર અહીં ટાંકવાનું મન થાય છે કે, ‘આ સદીમાં હોવું યાને ધન્યતા, આ સદીની ગુજરાતી ઘટના રમેશ’ ”
    હાલ હું નીચેના બ્લોગ પર ‘આદિલના શેરોનો આનંદ’ (આદિલના ૭૨ શેરો અને એમના વિશેનાં લખાણ) પોસ્ટ કરી રહ્યો છું. આજે ૩૦મા શેર વિશે પોસ્ટ કર્યું છે.) પ્રભુકૃપાથી ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક તરીકે પ્રકટ કરનાર યોગ્ય પ્રકાશક મળે પછી, રમેશ-રસ માણો’ (tentative title) નામના પુસ્તકના સર્જનના શ્રી ગણેશ કરીશ. પુસ્તકનો હેતુઃ રમેશ-ઘટનાને દરેક ગુજરાતીના ઘરમાં પહોંચાડવી. ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનો હેતુ પણ આદિલ-આનંદને ઘેર ઘેર પહોંચાડવાનો છે.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
    ‘આદિલના શેરોનો આનંદ’ માણો અને વહેંચોઃ
    http://www.girishparikh.wordpress.com

  15. Pinki said,

    April 6, 2010 @ 12:12 PM

    સરસ ગઝલ… જોકે, મને તો ર.પા.ની ગઝલો ગીત કરતાં વધુ ગમે જ છે !!

  16. અનામી said,

    April 6, 2010 @ 10:40 PM

    “આ સદીમાં હોવું યાને ધન્યતા, આ સદીની ગુજરાતી ઘટના રમેશ”
    આ શેર ભરત વિંઝુડાનો છે કે ર.પા. નો????????
    મારા ખ્યાલથી એ કદાચ ર.પા. નો છે…………????????

  17. Gaurang Thaker said,

    April 7, 2010 @ 10:12 PM

    આ સદીમાં હોવું યાને ધન્યતા, આ સદીની ગુજરાતી ઘટના રમેશ”
    આ શેર ભરત વિઝુડાનો છે.જુવો છ અક્ષરનુ નામ પાન ન્ ૪૪

  18. વિવેક said,

    April 8, 2010 @ 12:44 AM

    આભાર, ગૌરાંગભાઈ!!

  19. shailesh pandya said,

    April 25, 2010 @ 7:58 AM

    વાહ ……ખુબ.. સરસ…..

  20. VIPUL PARMAR 'HASYA' said,

    August 25, 2010 @ 5:32 AM

    સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment