નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

(રે અમે ને તમે ના મળ્યાં) – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે (૨૫-૭-૭૧)

ક્યારેક ગમે તેટલું ચાલીએ તોપણ બે ડગલાં જેટલું અંતર કપાતું નથી,તો ક્યારેક જોજનોનું અંતર પણ કંઈ વિસાતમાં નથી. એક મિત્રએ સહજ રીતે કીધેલી ગહન વાત યાદ આવે છે- “બહારનું અંતર કપાતું નથી,અંદરનું અંતર સમજાતું નથી !!!”

15 Comments »

  1. swati barot said,

    March 28, 2010 @ 4:01 AM

    હ્રદય સ્પર્શિ

  2. shafee ahmed said,

    March 28, 2010 @ 8:46 AM

    સરસ ..tmara hotone tala amaaree vahana ude dhup

  3. sapana said,

    March 28, 2010 @ 10:39 AM

    તમારા હોઠોને તાળાં ચૂપનાં,
    અમારી વાચાના ઊડે ધૂપ,
    રે અમે ને તમે ના મળ્યાં !
    ખૂબ જ ભાવવાહી
    સપના

  4. Pinki said,

    March 28, 2010 @ 11:59 AM

    સુંદર… ભાવસભર…… !

  5. pragnaju said,

    March 28, 2010 @ 12:02 PM

    તમારા આંગણમાં તમે એકલાં,
    અમારા આકાશે અમે એક
    રે અમે ને તમે ના મળ્યાં !
    ખૂબ સુંદર વિરહ ગીત

    કૃષ્ણની કદીય ના વર્ણવાયેલ વિરહની વેદના કેવી હશે ?
    જગતપિતા હોવાની મર્યાદા સાથે પોતાની વેદના કેમ કરીને દર્શાવે ?

  6. ધવલ said,

    March 28, 2010 @ 8:45 PM

    બહુ ઉત્તમ રચના !

  7. અભિષેક said,

    March 28, 2010 @ 11:34 PM

    ભાવસભર રચના

  8. વિવેક said,

    March 29, 2010 @ 12:48 AM

    બહારનું અંતર કપાતું નથી, ભીતરનું અંતર કળાતું નથી- કેવી ઉદાત્ત વાત!

  9. urvashi parekh said,

    March 29, 2010 @ 3:00 AM

    ઘણી જ સત્ય વાત્..
    બહાર નુ અંતર કપાતુ નથી અને અંદર નુ કશુયે સમજાતુ નથી..

  10. janak rathod said,

    March 29, 2010 @ 3:25 AM

    બહુ સરસ,
    પણ ….ચાર નૈના પરોવયા ને અજમ્પો આ શમિ ગયો….
    મિલન બિજુ શુ ને ટળવળાટ્ આ ટળી ગયો…..

  11. kanchankumari parmar said,

    March 29, 2010 @ 4:35 AM

    અમે બરફ ના પંખિ આવ્યા તમારા હુંફાળા દેશ ..આવકાર મિઠો દઈ ને રાખ્યા પોતાના થિયે વિષેસ….

  12. P Shah said,

    March 29, 2010 @ 4:52 AM

    એક છોડવાનાં બેઉ ફૂલ,
    રે અમે ને તમે ના મળ્યાં !…..

    એક ઉત્તમ રચના !

  13. Deepak said,

    March 29, 2010 @ 9:00 AM

    આજે હરિન્દ્ર ભાઈની પૂણ્યતિથિ છે. માર્ચ ૨૯.

  14. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    March 29, 2010 @ 11:41 AM

    એક છોડવાનાં બેઉ ફૂલ,
    રે અમે ને તમે ના મળ્યાં !…..

    થોડી આવી વાયરાની ઝૂલ
    થોડી વાર માટે કેવું મળ્યા?
    ત્યાં તો તૂટ્યું ડાળીથી ફૂલ;
    આતે આપણે કેવું રે મળ્યા?

  15. ઊર્મિ said,

    March 30, 2010 @ 8:16 AM

    ખૂબ જ મજાનું ગીત… કવિશ્રીને સાદર શ્રદ્ધાંજલિ.

    ગયા વર્ષે આ ગીત જ્યારે પ્રથમવાર વાંચેલું ત્યારે તરત જ ‘અમે રે ચંપો ને તમે કેળ’ ગીત યાદ આવી ગયેલું… અને એને તરત ‘ગાગરમા સાગર’ પર પણ મૂકેલું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment