(ઘડપણનું ગીત)- ભગવતીકુમાર પાઠક
વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !
તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;
મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.
તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;
ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.
– ભગવતીકુમાર પાઠક
આ કવિશ્રી વિશે મને ઝાઝી ખબર નથી, પરંતુ વાંચીને સાવ હળવા થઈ જવાય એવી એમની કે આ સાવ ‘હળવી’ કવિતા ક્યાંક વાંચી હતી અને મને ખૂબ જ ગમી ગઈ હતી. કો’ક ઘરનાં કે આજુબાજુનાં ઘરડા વડીલોને ઘ્યાનમાં રાખીને આ કવિતા બિલકુલ ના ગણગણશો; કારણકે મુજ વીતી તુજ વિતશે નાં નિયમ મુજબ એક દિ’ આપણોય વારો આવવાનો જ છે ! 🙂
વિવેક said,
March 4, 2010 @ 9:18 AM
….
મજા આવી… દિવસભરના થાકના અંતે હળવા થઈ જવાયું…
urvashi parekh said,
March 4, 2010 @ 9:35 AM
સાવ સાચ્ચી વાત..
કહેવાની રીત સરળ અને સીધી પણ વાસ્તવીકતા ની સમજણ આપતી રચના..
અમ્રુત ચૌધરી said,
March 4, 2010 @ 11:54 AM
સરસ મજાનું-સરળ બાનીમાં લખાયેલું ગીત.ગમ્યું.
B said,
March 4, 2010 @ 2:26 PM
Just the truth of the life. Poet has said in a very simple way and very clearly. No one is immune from that. Thanks to the Poet and URMIJI.
કિરણસિંહ ચૌહાણ said,
March 4, 2010 @ 11:18 PM
સરસ રચના.
kanchankumari parmar said,
March 5, 2010 @ 3:16 AM
કેડે થિ વાંકો ને દાંતે થિ ખાંડૉ…..તોય ઘોડે ચડ્યા નો ફાંકો….રાજ…દલડા ને કેમ કરિ ઢાંકો…..
Pushpakant Talati said,
March 5, 2010 @ 5:00 AM
અરરર…….. આ ગીત માણવામઁ હુઁ એક આખો દિવસ મોડો પડ્યો.
ભઈ… મને તો ા આવી ગઈ.
પણ હા, હકીકત થી તો ભાગવુઁ કોઈના માટે પણ શક્ય જ નથી.
કોઈને જોઈને આ કડીઓ ગણગણવાની ભૂલ તો કેમ કરી ને કરાય?
કારંણ–
‘ પીપળ પાન ખરન્તા; હસતી કુમ્પળીયા.
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુળીયા. ‘
નિર્દોષ હાસ્ય માટે ઠીક છે – બાકી ઘડપણ અને વ્રુદ્ધાવસ્થાને તો આપણે હમેશા સલામ જ કરવી ઘટે ! !!.
gopal parekh said,
March 5, 2010 @ 8:01 AM
હલકી ફૂલકી કવિતા ખૂબ જ માણી
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
March 5, 2010 @ 9:02 AM
જોવાની મજા આવે નિહાળીએ જ્યારે આવા કાકા;
આપણે પણ લાગશું એકદિન આવા રુપાળા કાકા!
ધવલ said,
March 5, 2010 @ 5:04 PM
અરે વાહ ! બહુ મઝાનું ગીત !
Pancham Shukla said,
March 6, 2010 @ 9:17 AM
હળવાશ ભર્યું વ્યથા અને વ્યંગનું નિરૂપણ.
ફરીવાર વાંચવાની મઝા આવી. આજ કાવ્ય બહુ વખત પહેલાં દિનકરભાઈના બ્લોગ પર માણ્યું હતું.
http://bhattji.wordpress.com/2008/12/23/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%98%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE/
pragnaju said,
March 14, 2010 @ 3:14 PM
મઝાની અનુભવવાણી
યાદ આવ્યું
ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.
નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.
નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.
પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.
નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.
એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.
-નરસિંહ મહેતા
Bhargav Purohit said,
April 13, 2010 @ 4:52 AM
કવિ,હાલ ચોરવાડ મા નિવ્રુત્ત જિવન ગાળે છે.આ કવિતા ને બાદ કરતા,એમનિ બિજિ કવિતાઓ મા છન્દો નુ વૈવિધ્ય તેમજ ગામ્ભિર્ય જોવા મળે છે.
Harikrishna said,
June 13, 2010 @ 3:24 PM
Excellent !!
I am 71 yrs and you know the meaning of each line of this poem applies to me personally and I am glad some one too has realised my ‘problems’.
ઉદય said,
July 6, 2022 @ 11:37 AM
ખૂબ જ મજાની અને હળવી રચના…!!
આ પછી તો એમની “દ્વારિકા” ઉપરની રચના ય વાંચી.
એમના વિશે વઘુ નથી મળતું.
આ રચના બાદ એમની અન્ય રચનાઓ વિશે સર્ચ કરવાનું મન થઈ જ જાય.