ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા

ધીમે ધીમે વાગ – શેખાદમ આબુવાલા

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
                                   બંસી….

રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
                                  બંસી….

સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
                                 બંસી….

પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ

– શેખાદમ આબુવાલા

પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…

8 Comments »

  1. B said,

    February 21, 2010 @ 3:32 PM

    સુન્દર રચના

  2. Pinki said,

    February 21, 2010 @ 11:21 PM

    સરસ …
    મધુર યાદોનું મધુર ગીત… !

  3. kanchankumari parmar said,

    February 22, 2010 @ 2:37 AM

    વાંસળિ ના સુરે હું સાનભાન ભુલિ…..દુનિયા નજરે લાગુ હું ઘેલિ….પણ મેં તો તારા સુરે દુનિયા જ ઠેલિ……

  4. અભિવ્યક્તિ said,

    February 22, 2010 @ 2:42 AM

    સરસ રચન છે. આગ અને રાગની ચમકૃતિ અદભૂત

  5. વિવેક said,

    February 22, 2010 @ 8:22 AM

    શેખાદમ મૂળ તો ગઝલના કવિ પણ એ આવા સુકોમળ ગીત પણ લખે… વાહ! ગમ્યું…

  6. Girish Parikh said,

    February 22, 2010 @ 5:23 PM

    વિનોદ ભટ્ટ શેખાદમને “શેખાદમ ગ્રેટાદમ” કહે છે. હું માનું છું કે એ નામનું પુસ્તક પણ એમણે લખ્યું છે. વર્ષો પહેલાં અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભણતો હતો ત્યારે શેખાદમના સ્વમુખે એમની અમર ગઝલોમાંની એક, ‘આદમથી શેખાદમ સુધી” સાંભળેલી એ હજુ પણ યાદ છે અને જીવનભર યાદ રહેશે.
    એમનું આ ગીત હ્રદયસ્પર્શી છે.

  7. manhar m.mody ('mann' palanpuri) said,

    February 23, 2010 @ 10:07 AM

    શેખાદમ સાહેબ ની સુંદર રચના આપવા માટે ખુબ ખુબ આભાર.

  8. pragnaju said,

    March 3, 2010 @ 1:19 AM

    હ્રદયસ્પર્શી ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment