બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ડૉ. મહેશ રાવલ

ગઝલ – મુકુલ ચોકસી

અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

– મુકુલ ચોકસી.

માણસ સુખની શોધમાં ભટકે છે,છલનાઓને સત્ય સમજી વળગે છે. પણ તે માટે માણસને દોષ કેમ કરી દેવો ? સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..

13 Comments »

  1. ઊર્મિ said,

    February 7, 2010 @ 8:55 PM

    વાહ વાહ કવિ… ક્યા કમાલકી ગઝલ હૈ.. ઓર ઉસકા આસ્વાદ તો… માનો સોને પે સુહાગા !

  2. Girish Parikh said,

    February 7, 2010 @ 9:12 PM

    “સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..”

    ધવલભાઈ, તમારા આસ્વાદનો સ્વાદ માણવાની મઝા આવી.

    નિઃસીમ જ્ઞાન મેળવવા ઇન્દ્રિયાતીત થવું પડે. મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આજે સવારે જ અમારા ઘરમાં થએલા શ્રી રામકૃષ્ણ પરિવાર (SRKP) ના સત્સંગમાં આની સારી એવી ચર્ચા થઈ. The Gospel of Sri Ramakrishna નું વાંચન કરતાં આ ચર્ચા થઈ. ( The Gospel of Sri Ramakrishna ઓન લાઈન પણ વાંચી શકાય છેઃ http://www.RamakrishnaVivekananda.info).

    ‘સર્જક’ વિશે પણ તમે સરસ વાત કરી. હાલ એક સર્જક તરીકે મારા સર્જાતા જતા પુસ્તક “આદિલના શેરોનો આનંદ” (Tentative Title) માટે યોગ્ય પ્રકાશક શોધી રહ્યો છું ત્યારે તમારી સર્જકની વ્યાખ્યાએ મને ઊંડા વિચારમાં મૂકી દીધો.

    હું માનું છું કે સર્જકનો ધર્મ સર્જન કરવાનો છે અને સાચા પ્રકાશકનો ધર્મ પોતાનાં નાણાં રોકીને યોગ્ય પુસ્તકોને પ્રકાશિત કરવાનો અને વિશ્વભરમાં એમનો પ્રસાર, પ્રચાર, અને વિતરણ કરવાનો છે. અલબત્ત, કોઈ પુસ્તકનું સારું વેચાણ થાય તો વધુ લાભ પ્રકાશકને જ થશે – – અને આ વ્યાજબી જ છે કારણકે પ્રકાશક નાણાં રોકીને જોખમ લે છે, અને વિતરણ કરવાની મહેનત પણ કરે છે.

  3. divyesh vyas said,

    February 7, 2010 @ 11:32 PM

    પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

  4. વિવેક said,

    February 8, 2010 @ 8:26 AM

    ચાર જ શેરની ગઝલ પણ એક -એક શેર આફરીન પોકારવા મજબૂર કરે એવો… મુકુલભાઈ શીતનિદ્રા સેવી રહ્યા છે એ આપણી ભાષાનું દુર્ભાગ્ય.. બાકી આવું અદભુત ભાષાકર્મ અને આવા મર્મવેધી અને નિતાંત મૌલિક શેરો ઉપજાવવાનું ગજું બીજા કેટલાનું?

  5. ABHISHEK DESAI said,

    February 8, 2010 @ 9:08 AM

    MUKUL UNCLE,

    A VERY FINE GAZAL. I LIKE IT VERY MUCH. MY COMPLIMENTS.

  6. PRADIP SHETH. BHAVNAGAR said,

    February 8, 2010 @ 10:28 AM

    સરસ રચના…..

  7. sudhir patel said,

    February 8, 2010 @ 5:51 PM

    ખૂબ જ સુંદર ગઝલ! ખાસ તો ચાર શે’રની ગઝલમાં એક જ કાફિયા ‘સુખી’ ત્રણવાર વાપરીને પણ દરેક વખતે એનું અલગ સ્વરૂપ મહેસૂસ કરાવી શક્યા એ કમાલ છે.
    સુધીર પટેલ.

  8. pragnaju said,

    February 10, 2010 @ 1:03 AM

    દાદ માંગતી ગઝલ

    હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
    એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

    વાહ્

  9. Pinki said,

    February 11, 2010 @ 5:46 AM

    હ્રદયનાં એક ખૂણે ધરબાઈ ગયેલી ટીસ…
    જે વળી વળીને તીવ્રતાથી ઊઠે અને આપણને પાછા, તેને સુખી કરવાનાં વાંધા …!
    પણ ત્યારે, મુકુલભાઈ કહે છે એમ,

    કિસ્સો કેવો સરસ મઝાનો છે,
    બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
    પલ્લું તારી તરફ નમ્યાનો તને;
    મુજને આનંદ ઊંચે ગયાનો છે !

    -મુકુલ ચોકસી

    તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
    બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

    જોકે, આપણે તો –

    હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
    એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

  10. urvashi parekh said,

    February 23, 2010 @ 6:35 PM

    ઘણી જ સરસ રચના..
    હલેસાઓ ના આંસુથી નદીમાં પુર નહીં આવે.
    ઍ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા..
    કેટ્લા વીચાર કરી લોકો કામ કરતા હોય છે.

  11. Amarish Vaghamshi said,

    March 6, 2010 @ 9:06 AM

    very good ane je mukhi thavani vat aavi ane sukhi thashu a vat thodi alag lagi pan khubaj aaikyat vali chhe.

  12. bipin said,

    July 20, 2010 @ 10:33 AM

    dear mukulbhai,

    your ghazal is small but sweet and appealing.keep it up. i am your fan since many years. thanks bipin vaidya 9638365588

  13. Abhijeet Pandya said,

    September 8, 2010 @ 11:32 PM

    ંંમુકુલભાઇની ગઝલ માણવાની મજા જ કંઇ ઓર છે.ખુબ સુંદર રચના.

    હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નિહં આવે,
    એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment