મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

નથી હોતી – ‘આસીમ’ રાંદેરી

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.

ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદા’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

– ‘આસીમ’ રાંદેરી

મૂળ સુરતના અને હાલ કેલીફોર્નીયામાં, રહેતા ‘આસીમ’ રાંદેરી 100 વર્ષથી પણ વધારે ઉમ્મરના છે અને ‘લીલાકાવ્યો’ ના સર્જક તરીકે વધારે જાણીતા છે. શ્રી.મનહર ઉધાસે આ ગઝલ બહુ જ કર્ણપ્રિય લયમાં ગાઇ છે.

12 Comments »

  1. Jayshree said,

    July 20, 2006 @ 1:35 AM

    એકદમ સાચી વાત.

    પરદેશ આવ્યા પછી આ પંક્તિ વધુ અસરકારક રીતે સમજાય છે.
    જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

  2. વિવેક said,

    July 20, 2006 @ 2:51 AM

    સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,

    ચણાયેલી ઈમારત એના નક્શામાં નથી હોતી.

    -આ શેર યાદ આવી ગયો…

  3. manvant said,

    July 20, 2006 @ 1:24 PM

    અતિ ભલા નહીં બરસના,અતિ ભલી નહીં ધૂપ:
    અતિ ભલા નહીં બોલના,અતિ ભલી નહીં ચૂપ !(વાંચેલું).

  4. sana said,

    July 20, 2006 @ 1:53 PM

    very nice ghazal.

    વાહ!વાહ! મઝા આવી ગઈ..

  5. ઊર્મિ સાગર said,

    July 20, 2006 @ 9:45 PM

    very nice gazal… one of my favorite from the MU’s albums.

    Thank you Dhavalbhai specially for the Kavi’s info.

  6. વિવેક said,

    July 21, 2006 @ 7:50 AM

    સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
    ચણાયેલી ઈમારત એના નક્શામાં નથી હોતી.
    – આ શેર બરકત વિરાણી ‘બેફામ’નો છે.

    આજ છંદ અને રદીફ પર આધારિત એક ગઝલ ‘મરીઝ’ની પણ છે:

    બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી,

    કે નક્શાના સમંદરમાં કદી ભરતી નથી હોતી.

  7. wafa said,

    November 2, 2006 @ 11:55 PM

    અનુભવ એ પણ ‘આસિમ ‘જઈ,રાઁદેર કરી લેજો,
    કરીછે ગત જે તાપીની ગંગામા નથી મળતી.
    ‘વફા’ની એક ગઝલ , બઝમે વફામા જરા જોજો,
    કરી હાલત જે સુરત ની કાશીમા નથી મળતી.

    ભૂલીજા_ _મુહમ્મદઅલી ભૈડુ’વફા

    આ તાપી કિનારો ને ગાઁધી બાગ કેમ ભુલાશે?
    અહીઁ મારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.
    -આસીમ રાઁદેરી
    ભૂલીજા

    તાપી કિનારો ગાઁધી બાગ ભૂલીજા
    પાણી થકી લાગેલ આગ ભૂલીજા.

    સાથે રહી કોણે ખંજર પીઠમા ભોંક્યુઁ
    તે વાર ની સાથે તે દાગ ભુલી જા.

    છેદાય ડંખોથી ગયુઁ નગર તારુઁ,
    તે ઝેરભૂલીજા એ નાગ ભૂલીજા.

    પેલા ખઝાનાને, હવે કયાઁ જઈ શોધુઁ
    તે પ્રેમ ભૂલીજા ,એનો રાગ ભૂલીજા.

    ભાગ્યતમારા મા હતુઁ દર્દ આજોવા
    આપ્યારની નગરી તણો ત્યાગ ભૂલીજા

    દિલતો રડે પણ કયાઁ નયન રહ્યાઁ સુકાઁ
    તાપી તટે ખેલાયેલ ફાગ ભૂલીજા.

    -20ઓગસ્ટ2006

    _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

    એક સો વર્ષ વટાવી ચુકેલા જનાબ આસીમ રાઁદેરી સાહેબ ને
    સલામ સહિત અર્પણ..નઝ્મમાઁ તુકારાંત માનાર્થે પ્રયોજાયુઁ છે.
    કોઈરાન્દેરી ,સુરતી વ્યક્તિ આ વાંચે તો આસીમ સાહેબને સઁભળાવવા વિનંતી
    posted by મોહમ્મદઅલી”વફા” @ 6:30 PM 2 comments links to this

  8. anil parikh said,

    June 19, 2008 @ 1:32 AM

    dil to rade pan nayan to suka-adbhut

  9. આસિમ રાંદેરી, Asim Randeri « ગુજરાતી સારસ્વત પરિચય said,

    August 14, 2008 @ 7:01 PM

    […] #  પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી. મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. […]

  10. આસીમ રાંદેરી ૧૦૫ વર્ષની જૈફ વયે જીવનલીલા સંકેલી « II લેસ્ટરગુર્જરી II said,

    February 5, 2009 @ 5:27 PM

    […]  પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હ

  11. આસિમ રાંદેરી…… | shraddhahospital's Blog said,

    January 4, 2013 @ 12:27 PM

    […] […]

  12. piyush thakar said,

    July 9, 2014 @ 8:00 AM

    હુ આ ગુજરતિ ગઝલ અને નઝમ નિ અપ્લીકેશન એન્ડોઇડ ફોન મા કેમ કરી ડઉન લોડ કરીશકું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment