સ્વભાવ હશે – ગની દહીંવાળા
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.
બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
પણે રસે છે સિતારાને લાગણીના રસે,
કોઈ તો રોકો, કે એ આપણો સ્વભાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.
– ગની દહીંવાળા
ગનીચાચાની સુંવાળી ગઝલ. સૌથી સરસ શેર એ છેલ્લો શેર છે : નવી નવાઈની જન્મેલી ઉદાસીઓના હસી પડવાની વાત જ મઝાની છે !
મિહિર જાડેજા said,
January 11, 2010 @ 11:14 PM
સુંદર ગઝલ. બધા શેર ગમ્યા પણ ધવલભાઈએ કહ્યુ તેમ છેલ્લો શેર વિશેષ ગમ્યો. પાંપણમાં અણબનાવ અને પવનના બધિર હોવાની વાત પણ સ્પર્શી ગઈ.
આભાર.
વિવેક said,
January 12, 2010 @ 12:12 AM
વાહ.. મજાની ગઝલ… ગનીચાચા ભલે પરંપરાના ગઝલકાર હતા, કલ્પનોનું નાવીન્ય એમની રચનાઓમાં ડગલે ને પગલે જોવા મળે છે. છંદબાહુલ્ય પણ એમની એક વિશેષતા હતી…
Krutesh Patel said,
January 12, 2010 @ 1:07 AM
બહુ જ સરસ
કલ્પેન્દુ said,
January 12, 2010 @ 2:09 AM
સુંદર ગઝલ છે.
કરી શું લેશે હવે દરિયાના આ તોફાનો,
કે જ્યારે ન હલેસા અને ન નાવ હશે.
SMITA PAREKH said,
January 12, 2010 @ 3:18 AM
ખરેખર, સાચી વાત છે.
છેલ્લો શેર ખૂબ મઝાનો છે.
ઉદાસીઓના હસી પડવાની વાત ગમી ગઈ.
kanchankumari parmar said,
January 12, 2010 @ 5:27 AM
વાહ વાહ ના પોકારો થિ જ હું મરિ ગયો….હવે જનાજા નિ તારિફ મારે સુણવિ નથિ….
rekha sindhal said,
January 12, 2010 @ 8:34 AM
બહુ સુઁદર ગઝલ પસઁદ કરેી છે. આભાર !
અમ્રુત ચૌધરી said,
January 12, 2010 @ 11:57 AM
ખૂબ જ સરસ ગઝલ. મને ગમેલો શેર.
બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.
manhar m.mody ('mann' palanpuri) said,
January 15, 2010 @ 3:27 AM
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
માર્મિક ભાવ. બહુ સરસ ગઝલ. ગનીસાહેબને સલામ.
pragnaju said,
January 16, 2010 @ 12:50 PM
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે આંખોથી પાંપણ ને છેટું શમણાંનો એને શો શોક?
હું જોઉં છું દર્પણમાં ને …. તારી ને મારી વચ્ચે જે અણબનાવ છે, દિલની ભીતર નો એ ભારે તનાવ છે. વ્યવહાર માં કરી છે જે સ્મિત ની આપ-લે
————–
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.
સરસ ગઝલ
Kirtikant Purohit said,
January 18, 2010 @ 8:58 AM
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.
સુઁદર શેર્-પ્ઁક્તિઓ સાથે ગનીભાઇની મઝાની ગઝલ.