ગઝલ – ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘
ગઝલ લખુ છું , હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.
પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.
પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.
સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.
જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.
જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.
આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.
નિહાળો દૂરથી ‘નાશાદ’ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.
ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘
સમય નો પ્રહાર તો અણધાર્યો જ હોવાનો અને સતત–પ્રતિપળ સમયની આંખમાં આંખ મેળવી રાખવું પણ કંઈ શક્ય તો નથી જ. આ વાસ્તવિક્તા છે પણ કવિની કલ્પનાને કોણ રોકી શકે? સમયની વાત હોય કે પછી જીવનની કે પ્યારની કે પીડાની વાત હોય – સાવ સામાન્ય ભાસતી વાતને અનાયાસે અસામાન્ય કરી દે એનું જ તો નામ છે કવિતા!
Jayshree said,
July 9, 2006 @ 12:20 PM
વાહ… ખરેખર મઝા આવી.
દરેક પંક્તિ સુંદર છે. નક્કી કરવું મુશ્કેલ છે કે મને સૌથી વધુ કઇ ગમી….
નિહાળો દૂરથી ‘નાશાદ’ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.
આ છેલ્લી પંક્તિ પરથી એક બીજી ગઝલની આ પંક્તિઓ યાદ આવી.
દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા….
Jayshree said,
July 9, 2006 @ 12:29 PM
I dont know why, I posted a comment but It didnt go thru.
ખૂબ જ સરસ કવિતા. દરેક પંક્તિ વાંચવાની મઝા આવી. નક્કી કરવું મુશ્કેલ છે કે કઇ સૌથી વધુ ગમી.
છેલ્લી બે પંક્તિઓ પરથી બીજી એક ગઝલ યાદ આવી.
દર્દની લાગણી ના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા….
Jayshree said,
July 9, 2006 @ 12:32 PM
ખૂબ જ સરસ કવિતા. દરેક પંક્તિ વાંચવાની મઝા આવી. નક્કી કરવું મુશ્કેલ છે કે કઇ સૌથી વધુ ગમી.
છેલ્લી બે પંક્તિઓ પરથી બીજી એક ગઝલ યાદ આવી.
દર્દની લાગણી ના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા….
radhika said,
July 10, 2006 @ 12:52 AM
nice gazal
દરેક શેરની પોતાની અલગ જ વાત છે છતા દરેક શેર વાસ્તવીકતાને સામે લાવી િવચારોને ઝઝોળી નાખે છે
સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.
જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.
જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.
આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.
jaydev teraiya said,
February 27, 2013 @ 3:18 AM
વાહ અદ્ભુત્