કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

‘સર્વર’ના ખગ્રાસ ગ્રહણની સમાપ્તિ… ‘લયસ્તરો’ પુન: પ્રકાશિત !

‘લયસ્તરો’ની હોસ્ટિંગ કંપનીના સર્વર પરમ દિવસે કોઈ જાતની ‘નોટિસ’ વગર અચાનક જ રજા પર ઉતરી ગયા. એટલે છેલ્લા બે દિવસથી ‘લયસ્તરો’ને ગ્રહણ લાગી ગયું હતું. અને વેબસાઈટ પર ગીતોની આશાએ આવતા રસિકો લુખ્ખો જાકારો જ પામતા હતા.

હવે સદનસીબે સર્વરભાઈ માની ગયા છે એટલે સમસ્યાનું હવે નિવારણ થઈ ગયું છે. (ન થયું હોત તમે આ ક્યાંથી વાંચી શકતે ? 🙂 )  હવે પછી વર્ષગાંઠની ઉજવણી રાબેતા મુજબ ચાલુ રહેશે.

5 Comments »

  1. Girish Parikh said,

    December 11, 2009 @ 10:36 PM

    “લયસ્તરો” હવે તો ‘શ્વાસસ્તરો’ થઈ ગયા છે! એને કોઈ જાતનું ગ્રહણ કદી ન લાગો એવી પ્રભુને પ્રાર્થના.

  2. pragnaju said,

    December 12, 2009 @ 7:05 AM

    નજર ન લાગે માટે જરુરી
    છેવટ સારું તેનું સર્વ—-
    સર્વર સારુ

  3. Pushpakant Talati said,

    December 12, 2009 @ 7:43 AM

    એક વિનન્તી, –
    લયસ્તરો ને ટોડલે લીમ્બુ અને મરચુઁ બાન્ધી સીયો. –
    કોઇની નજર ન લાગે તેમાટે. –
    ભગવાન બૂરી નઝરથી લયસ્તરો ને બચાવે તેવી અભ્યર્થના તથા પ્રાર્થના.

  4. J said,

    December 12, 2009 @ 9:38 AM

    આ તો પ્રેમના પારખા થયા . લયસ્તરો સાથેનો પ્રેમ રજુ થઇ ગયો .

  5. રાજેન્દ્ર આર. શાહ'સ્વપ્નિલ' said,

    December 30, 2018 @ 9:22 AM

    સાચે જ, જાણે અમારા ય શ્વાસ રૂંધાઇ ગયા હતા!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment