બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.
યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

મુક્તક – શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

કોણ જાણે કેમ છેલ્લા થોડા વખતથી મૃત્યુ વિષય પરની વધુ ને વધુ કવિતાઓ હાથે ચડે છે. સાથે જ જુઓ મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે.

3 Comments »

  1. લયસ્તરો » વળતાં… - રમેશ પારેખ said,

    June 18, 2007 @ 10:09 PM

    […] પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક. […]

  2. Mukesh Patel said,

    April 15, 2008 @ 9:02 AM

    Pl include my Name and email id for receiving new listing on Laystaro.

    Thanks.

    Mukesh Patel

  3. સુરેશ જાની said,

    February 19, 2010 @ 12:50 AM

    મરણ પર બહુ જ સુંદર વીચાર.
    બે દીવસમાં બે મુક્તક વાંચ્યા. મુક્તક પ્રેમ થઈ જશે , એમ લાગે છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment