ગુલાલ કરી ગઈ – હરીન્દ્ર દવે
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,
જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,
ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
– હરીન્દ્ર દવે
(કાંચનાર=નાગકેસરનું વૃક્ષ)
4 Comments »
RSS feed for comments on this post · TrackBack URI
Pushpakant Talati said,
December 14, 2009 @ 7:35 AM
સરસ – સાથે ઘણુ જ આશ્ચર્ય ! !! !!!
આજ સુધી કેમ કોઇએ આ ગીત માટે કોમેન્ટ ન લખી ?
આ તો જેને વિતિ હોય તે જ જાણે કે કેવુઁ ફીલીન્ગ થાય .
રેમી ના દિલની પરિસ્થિતીનુ આબેહુબ ચિત્રણ કરતુ આ ગીત ખરેખર કાબીલેઅભિનન્દન છે
જો કે આ ઊચા ગજાના કવિ કોઇની દાદના મોતાજ તો નથી જ હોતા. પરન્તુ છતા મારી ફરજ તથા ફીલિન્ગ હુ અહિ દર્શાવવાનુ ખાળી ન શક્યો.
ફરીથી કહુ છુ કે ખરેખર ગીત હ્રદય પુર્વકનૂ રચાયેલુ છે. હુ મારી જાતને લક્કી માનુ છુ કે મને આ ગીતનો આશ્વાદ માણવા મળ્યો.
dinesh rewar said,
April 7, 2013 @ 5:13 AM
Pushpakantbhai,
Aa geet tame aakaashwaani mumbai par Asit Desai na avaaj ma achuk saambhalso toj tamane khyaal aavshe.tena bhaav~spandano ne maanavaa nu.
dinesh rewar said,
April 7, 2013 @ 5:13 AM
Pushpakantbhai,
Aa geet tame aakaashwaani mumbai par Asit Desai na avaaj ma achuk saambhalso toj tamane khyaal aavshe.tena bhaav~spandano ne maanavaa nu.
રાજેન્દ્ર આર શાહ said,
January 5, 2023 @ 10:03 AM
એક ઉત્તમ રચના!!
ઈશ્વરની અઢળકતા ની simple abundance- ની એકાદ લહેર જ્યારે સંવેદનશીલ હૃદયને સાંપડે ત્યારે એ આભાર વ્યક્ત કરવાની જે ભાવના છે તે આ કાવ્યને અલગ ઊંચાઈ આપે છે !!
એક કવિનું થેંક્સ ગીવિંગ!!
( ગીતના અંદર આવતા કાંચનારના વૃક્ષ વિશે કંઈક અલગ વાત ! આ વૃક્ષ એ સુંદર પુષ્પો ધરાવતું અલગ વૃક્ષ છે જેના પાનનો ઉપયોગ પતરાળા બનાવવામાં અને આયુર્વેદમાં એના પંચાંગનો ઉપયોગ થાય છે. નાગકેસરનું વૃક્ષ અલગ છે!!)