બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

વ્યંગ-મુક્તકો – નાઝ માંગરોલી

મારા ઘડપણના સહારા, મારા ઓ ભાવિ સપૂત
કાં અધીરો થાય છે, તુજને તો કાંઈ અગવડ નથી
ચાર મહિના ઓર રહી જા, તારી માના પેટમાં
આ મહિનાના બજેટમાં, ખર્ચની સગવડ નથી

*

હવે ડોશીઓ ફેશનેબલ બની છે
લગાવી લાલી, કરે છે ઠઠારો
લગાવો ભલે રંગ મોટરને જૂની
તોય લોકો તો કહેવાના એને ખટારો

*

દેશની વધતી જતી વસતીથી સહુ ગભરાય છે
બર્થના કન્ટ્રોલની વાતો બધે ચર્ચાય છે
આ નવા યુગની કરામત જોઈ લેજો દોસ્તો
વાંઝિયાઓ મૂછ પર તાવ દેતા જાય છે

*

દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી

– નાઝ માંગરોલી

વ્યંગનો એ ખરો કે જેનો ડંખ લાગે એ પહેલા ચહેરા પર સ્મિત આવી જાય અને અર્થ પૂરો સમજાય તો સ્મિત તરત ઊડી જાય. અહીં હસવાની ગેરેંટી નથી, પણ વિચારતા કરી મૂકે એની ગેરેંટી જરૂર છે.

5 Comments »

  1. રાકેશ ઠક્કર , વાપી said,

    October 8, 2009 @ 1:45 AM

    આજની ફેશન પરસ્ત પેઢી માટે સરસ કટાક્ષ છે.

    આદૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
    થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી
    વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
    કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી

  2. pragnaju said,

    October 8, 2009 @ 12:20 PM

    દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
    થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી
    વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
    કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી
    અરે! નજીકથી પણ ન સમજાય!!
    સામાન્ય અનુભવ વ્યંગ પંક્તીઓમા માણવાની મઝા આવી
    બાકી તેમના કેટલાક શેરો તો યાદ રહી જાય તેવા છે જ્
    દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
    છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.
    મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે,
    નૌકાને ડુબાવી દેવાનો સુંદર અવસર લાગે છે……

  3. Prabhulal Tataria"dhufari" said,

    October 8, 2009 @ 1:43 PM

    જનાબ નાઝ
    ગઝલ લખવી તો સહેલી છે પણ “હઝલ” લખવી એના માટે ઉગાડી આંખ અને કાન સરવા રાખવા
    ખુબ જરૂરી છે તો જ આવી રચનાઓ સર્જાય.લગે રહો
    શુક્રિયા

  4. dr bharat said,

    May 18, 2010 @ 2:34 AM

    ખુબ સરસ ,મઝા આવી. સરળ રચનાઓ.

  5. r said,

    July 22, 2012 @ 2:54 AM

    ચાર મહિના ઓર રહી જા, તારી માના પેટમાં
    આ મહિનાના બજેટમાં, ખર્ચની સગવડ નથી

    *

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment